રાજકોટ:પપ્‍પા હું જાઉ છું,જિંદગીથી કંટાળી ગઇ છું સ્‍ટેટસ મુકી સંગીતાએ ગળાફાંસો ખાઇ જીંદગી ટુકાવી  

રાજકોટ:પપ્‍પા હું જાઉ છું,જિંદગીથી કંટાળી ગઇ છું સ્‍ટેટસ મુકી સંગીતાએ ગળાફાંસો ખાઇ જીંદગી ટુકાવી  
રાજકોટ:પપ્‍પા હું જાઉ છું,જિંદગીથી કંટાળી ગઇ છું સ્‍ટેટસ મુકી સંગીતાએ ગળાફાંસો ખાઇ જીંદગી ટુકાવી  
રાજકોટ રહી બીએચએમએસનો અભ્‍યાસ કરતી તબિબી છાત્રાએ પિતાને ઉદ્દેશીને ‘પપ્‍પા હું જાઉ છું, હું જિંદગીથી કંટાળી ગઇ છું’ તેવું સ્‍ટેટસ પોતાના મોબાઇલમાં મુક્‍યા બાદ  મોબાઇલ ફોન પાણીની ડોલમાં ડુબાડી દઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સ્‍ટેટસ જોઇને રાજકોટમાં આ યુવતિને મળવા આવેલો તેણે માનેલો ભાઇ રૂમ પર દોડી જતાં ઘટનાની જાણ થઇ હતી.વિગત એવી છે કે મુળ શિહોરના રામગઢની વતની અને ચારેક વર્ષથી રાજકોટ  સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્કમાં રૂમ રાખીને રહેતી અને જામનગર રોડ પરની બી. એ. ડાંગર કોલેજમાં બીએચએમએસમાં અભ્‍યાસ કરતી હતી. ગત રાતે તેણીએ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્‍સ. ઇકબાલભાઇ મોરવાણીયા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી.આપઘાત કરનાર સંગીતાબ બે ભાઇ અને એક બહેનમાં બીજી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. પોતે રાજકોટ રૂમ રાખીને રહેતી હતી અને બીએચએમએસનો અભ્‍યાસ કરતી હતી.

Read National News : Click Here

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ સંગીતાએ તેના ગામના જ એક યુવાન કે જેનું નામ પ્રદિપ છે તેને ભાઇ બનાવ્‍યો હતો. ગત રાતે અગિયારેક વાગ્‍યે તેણે ફોન કરતાં તેનો આ ભાઇ તેને મળવા આવ્‍યો હતો. તે વખતે તે નીચે હતો અને સંગીતા ટેરેસ પર આટા મારતી હોઇ તેને સુઇ જવાનું કહીને પોતે નીકળી ગયો હતો. ત્‍યારબાદ રાતે એકાદ વાગ્‍ય આસપાસ સંગીતાએ વ્‍હોટ્‍સએપમાં સ્‍ટેટસ મુક્‍યું હતું જેમાં લખ્‍યું હતું કે પપ્‍પા હું જાઉ છું,હું જિંદગીથી કંટાળ ગઇ છું’. આ સ્‍ટેટસ તેના માનેલા ભાઇએ જોતા જ તે તુરત રૂમ પર પાછો આવ્‍યો હતો. ત્‍યારે સંગીતાને લટકતી જોતાં ૧૦૮ બોલાવી હતી. જેના તબિબે તેણીને મૃત જાહેર કરતાં પોલીસે પહોંચી તપાસ કરી હતી. તેણીનો મોબાઇલ ફોન પણ પાણીની ડોલમાંથી મળ્‍યો હતો. હાલ આપઘાત પાછળ કોઇ કારણ બહાર આવ્‍યું નથી. પોલીસે તપાસ યથાવત રાખી છે. પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. આશાસ્‍પદ દિકરીના આપઘાતની પરિવારજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here