પીએમ મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કરાયા બાદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, રાજકોટમાં વધુ સારી રેલવે સુવિધા ઉભી કરાશે. રાજકોટને ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેન મળશે.
Visit Saurashtra Kranti Homepage here
આ ઉપરાંત રાજકોટ રેલવે સ્ટેશનને અંદાજે 10થી 11 ટ્રેન મળશે. આપને જણાવી દઈએ કે, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરના રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે. જે પૈકી આજે ભારતના 508 રેલવે સ્ટેશનો પુનઃવિકાસ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરના 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ કર્યો હતો. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસારવા રેલવે સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા. રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે, લાંબા રૂટની ટ્રેનો રાજકોટ સુધી લંબાવાશે. રાજકોટ ડિવિઝનમાં ઈલેક્ટ્રિફિકેશન અને ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થયુ છે. ભક્તિનગર રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેશન બનાવાશે. રૂ. 26.87 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેશન બનાવાશે. દેશના મહત્ત્વના રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવાના ભાગરુપે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત આજે ભારતના 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ PM મોદીના હસ્તે કરવામાં આવ્યો છે.
Read About Weather here
દેશના 508 રેલવે સ્ટેશનોને રૂ.24,470 કરોડના ખર્ચે રિડેવલોપ કરવામાં આવશે. જેમાં ગુજરાતના 21 રેલવે સ્ટેશનો પણ સામેલ છે. ગુજરાતના અસારવા, હિંમતનગર, સંજાણ, ભચાઉ, કલોલ, સાવરકુંડલા, ભક્તિનગર, કેશોદ, સુરેન્દ્રનગર, ભરૂચ, વિરમગામ, મિયાગામ કરજણ, બોટાદ, ડભોઇ, ન્યુ ભુજ, વિશ્વામિત્રી, પાલનપુર, દેરોલ, પાટણ, ધ્રાંગધ્રા અને પ્રતાપનગર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here