રાજકોટના 150 ફુટ રોડ પર બે બ્રીજ વચ્ચે ત્રીજા બ્રીજનું પડકારજનક આયોજન : સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ

રાજકોટના 150 ફુટ રોડ પર બે બ્રીજ વચ્ચે ત્રીજા બ્રીજનું પડકારજનક આયોજન : સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ
રાજકોટના 150 ફુટ રોડ પર બે બ્રીજ વચ્ચે ત્રીજા બ્રીજનું પડકારજનક આયોજન : સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ
શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે છેલ્લા મહિનાઓમાં અર્ધો ડઝન બ્રીજના નિર્માણ થઇ ગયા છે ત્યારે હવે સૌથી વધુ ગીચ ટ્રાફિકનો સામનો કરતા 150 ફુટ રીંગ રોડના રૈયા ટેલીફોન એકસચેંજ ચોકમાં નવો બ્રીજ બનાવવાનું આયોજન મહાપાલિકાએ આગળ વધારી દીધું છે. ટુંકા અંતરમાં બે બ્રીજની વચ્ચે ત્રીજો બ્રીજ બનાવવાના પડકારને પાર પાડવા મનપાએ કન્સલન્ટન્ટ નિમવાની પ્રક્રિયા કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

નવા નાણાંકીય વર્ષના અને ચાલુ ટર્મના પોતાના છેલ્લા બજેટમાં પોતાના મત વિસ્તારના વોર્ડ નં.9ની આ ગંભીર બનતી જતી ટ્રાફિક સમસ્યાનો હલ કાઢવાનું બીડુ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે હાથ પર લીધુ છે. આ બ્રીજ કઇ રીતે શકય બનશે તે પ્રશ્ન વચ્ચે સલાહકાર નિમવાના ટેન્ડરમાં ઓફર આવી જતા ટુંક સમયમાં તે અંગે સ્થાયી સમિતિની મીટીંગમાં દરખાસ્ત પણ આવનાર છે.150 ફુટ રીંગ રોડ પર હાલ પાંચ ઓવરબ્રીજ રહેલા છે. આટલા બ્રીજ છતાં અમુક ચોકમાં ટ્રાફિક પ્રશ્ન હજુ ગંભીર રહેલો છે. રૈયા એકસચેંજ ચોક, બીગ બાઝાર ચોક જેવા રસ્તે અવારનવાર ટ્રાફિક જામ થાય છે. તેમાં રૈયા એકસચેંજ ચોક બે મોટા ઇન્દીરા સર્કલ અને રૈયા ચોક વચ્ચેનો માત્ર એક ખુલ્લો રસ્તો છે. આથી છેક સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી પાર્ક સુધી આ રોડ પરથી વાહનો પસાર થાય છે.

ખુબ મોટો રહેણાંક વિસ્તાર ટ્રક સહિતના ભારે વાહનોની અવરજવરથી દબાયેલો છે. આ ચોકમાં ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યા છે પરંતુ રોજ સવારથી સાંજ સુધી ટ્રાફિક પોલીસે આ ચોકમાં હાજર રહેવું પડે તેવી હાલત હોય છે.દરમ્યાન નવા નાણાંકીય વર્ષના બજેટમાં આ ગંભીર બાબત ધ્યાને લઇ ચેરમેન પુષ્કર પટેલે રૈયા એકસચેંજ સર્કલે ફલાયઓવર બનાવવા માટે 10 કરોડની જોગવાઇ કરી હતી. રૈયા ચોક પરથી પસાર થઇને એક બ્રીજ મોદી સ્કુલ પાસે પૂર્ણ થાય છે. તો એકસચેંજથી આગળ રિલા્યન્સ સ્માર્ટ બજારથી શરૂ થતો બ્રીજ ઇન્દીરા સર્કલ અને કેકેવી ચોક ક્રોસ કરી અમીન માર્ગ જંકશને પૂર્ણ થાય છે. આથી આ બે બ્રીજ વચ્ચેના ચોકમાં કઇ પ્રકારનો અને કેવી લંબાઇ પહોળાઇનો બ્રીજ બનાવવો તે માટે નિષ્ણાંતો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી.

Read About Weather here

આ ચર્ચામાં ચોકમાં ઓવરબ્રીજ શકય હોવાનું તારણ નીકળતા કન્સલન્ટન્ટ નિમવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ત્રણ સલાહકાર એજન્સીએ તેમાં રસ લીધો હતો. જેમાં ડેલ્ફ કંપનીની ઓફર સૌથી નીચી છે. પ્રોજેકટ કોસ્ટના 2.40 ટકા ફી સલાહકારને મળશે. વધુ સારી ઓફર મળે તે માટે અન્ય બે એજન્સીને પણ આ ભાવથી રીપોર્ટ તૈયાર કરવા મીટીંગ કરવામાં આવનાર છે.

રૈયા એકસચેંજ ચોક પાસે થોડા સમય પહેલા ગંભીર અકસ્માતની ઘટના પણ બની હતી. આ સહિત દિવસમાં અનેક વખત ટ્રાફિક જામ વચ્ચેથી વાહન ચાલકોએ પસાર થવું પડે છે. આથી આ જગ્યા પરથી 1પ0 ફુટ રોડનો ટ્રાફિક પસાર થઇ જાય તો એકસચેંજની બંને તરફના રોડનું ભારણ ઘટી શકે તેમ છે. જો બ્રીજનો પ્લાન ગમે તે કારણે આગળ ન વધે તો પણ આ ચોકની ટ્રાફિક સમસ્યા હલ કર્યા વગર છુટકો નથી.આ ચોક સાથે નવા 150 ફુટ રીંગ રોડ પર સૌથી વ્યસ્ત કટારીયા ચોકડીએ પણ ઓવરબ્રીજ બનાવવાનું આયોજન આગળ વધ્યું છે. આ ચોક માટે પણ ડિઝાઇન અને રીપોર્ટ તૈયાર કરાવવામાં આવનાર છે. સ્ટે.કમીટીમાં આ દરખાસ્ત મંજૂર થાય એટલે કન્સલન્ટન્ટ કામ શરૂ કરી દેશે તેમ અધિકારી સુત્રોએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here