રાજકોટ:દુબઈના વેપારી સાથે પિતરાઈ બિલ્ડર 72 લાખની છેતરપિંડી કરી આફ્રિકા પલાયન

રાજકોટ:દુબઈના વેપારી સાથે પિતરાઈ બિલ્ડર 72 લાખની છેતરપિંડી કરી આફ્રિકા પલાયન
રાજકોટ:દુબઈના વેપારી સાથે પિતરાઈ બિલ્ડર 72 લાખની છેતરપિંડી કરી આફ્રિકા પલાયન
કાલાવડ રોડ પર ન્યુ કોલેજવાડી શેરી નં.પમાં ઈન્ફીનીટી હાઉસ નામના બિલ્ડીંગમાં ફલેટ બુક કરાવનાર દુબઈના વેપારી અમિત હરીભાઈ ઘોરડા (ઉ.વ.૪૯) સાથે તેના પિત્રાઈ એવા બિલ્ડર ધીરેન અમૃતલાલ ઘોરડાએ રૂા.૭ર.પપ લાખની છેતરપીંડી કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે જણાવ્યું કે આરોપી બિલ્ડર ધીરેને બીજા ફલેટ ધારકો સાથે પણ છેતરપીંડી કરી છે. જે અંગે અગાઉ પણ ગુનો દાખલ થયો છે. ર૦રરમાં જ  તે ભારત છોડી ભાગી ગયો છે. હાલ આફ્રિકામાં રહેતો હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે. ફરિયાદી અમિતભાઈ મુંબઈના કાંદીવલી વેસ્ટમાં અગ્રવાલ રેસીડેન્સીમાં રહે છે. હાલ દુબઈમાં રહી શારજહા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા મુવેલા વિસ્તારમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ર૦૧૮ની સાલમાં તેના કાકાના પુત્ર ધીરેને નાનામવાના રેવન્યુ સર્વે નં. ૬૮ પૈકીની જમીન ઉપર ઈન્ફીનીટી હાઉસ નામથી લો-રાઈઝ બિલ્ડીંગ બનાવવાનું શરૂ કર્યું હતું. જેમાં તેને ફલેટ બુક કરાવવાનું કહ્યું હતું. જેથી તેણે છઠ્ઠા માળે આવેલા ફલેટ નં.પ૦રનો રૂા.૭પ લાખમાં સોદો કરી રૂા.૭.પ૦ લાખ ચેક મારફત ચુકવી સાટાખત કરાવ્યું હતું.

જેના આધારે આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી લોન પાસ કરાવી રૂા.૬પ.૦પ લાખ ધીરેનના ખાતામાં જમા કરાવડાવ્યા હતા. બાકીના રૂા.ર.૪૪ લાખ ફલેટ તૈયાર થઈ ગયા બાદ દસ્તાવેજ કરી આપે ત્યારે આપવાનું નકકી થયું હતું. છઠ્ઠા માળે આવેલા તેના ફલેટનું કામકાજ ચાલુ હતું તે વખતે તે મુંબઈ રહી સોના-ચાંદીનું કામ કરતા હતા. રાજકોટ આવતા ત્યારે ફલેટ જોવા જવા માટે જતા હતા. તે પોતાનો ફલેટ છઠ્ઠા માળે હોવાનું સમજી તે જોઈ જતા રહેતા હતા. બેન્કમાંથી જે લોન લીધી હતી તેનો રૂા.૪પ હજાર હપ્તો ભરતા હતા. ફલેટ તૈયાર થઈ જતાં જાણવા મળ્યું હતું કે ફલેટ નં. પ૦ર ખરેખર પાંચમા માળે બોલે છે. જેથી આ બાબતે ધીરેન સાથે વાત કરી તેને સાટાખત કરી આપ્યો છે તે ફલેટનો જ દસ્તાવેજ કરી આપવાનું  કહ્યું હતું. આ વખતે ધીરેને દસ્તાવેજ કરી આપવા બાબતે ગલ્લા-તલ્લા શરૂ કરી દીધા હતા. સાથો-સાથ એમ પણ કહેવાનું શરૂ કર્યું હતું કે તેની બીજી સાઈટ પણ ચાલુ છે. જયાં આ ફલેટના બદલામાં બીજો સારો ફલેટ તેને આપી દેશે. 

Read National News : Click Here

આ રીતે તેને વિશ્વાસમાં લઈ સમય પસાર કર્યા બાદ આખરે કોલ રીસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી રાજકોટ આવી તપાસ કરતા જાણવા મળ્યું કે પાંચમા માળે ફલેટ નં. પ૦ર રવિ પ્રભુદાસ તન્ના નામની કોઈ વ્યક્તિએ ખરીદ કર્યો છે. જેની હોમ લોન પણ આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી જ કરાવી છે. આ રીતે ફલેટ નં. પ૦રમાં બે-બે હોમલોન કરી અપાયાની તેને માહિતી મળી હતી. વધુ તપાસ કરતા ધીરેને અન્ય ફલેટ ધારકો સાથે પણ છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યાનું જાણવા મળતા આખરે તેના વિરૂધ્ધ આજે ફરિયાદ નોંધાવી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here