રાજકોટ:ગોંડલ હાઈ-વે પર ધૂમ્મસને કારણે પગપાળા જતા વૃધ્ધને કારે હડફેટે લેતા મોત 

રાજકોટ:ગોંડલ હાઈ-વે પર ધૂમ્મસને કારણે પગપાળા જતા વૃધ્ધને કારે હડફેટે લેતા મોત
રાજકોટ:ગોંડલ હાઈ-વે પર ધૂમ્મસને કારણે પગપાળા જતા વૃધ્ધને કારે હડફેટે લેતા મોત
ગોંડલ હાઈ-વે પર આજે વહેલી સવારે  કારે હડફેટે લેતાં પગપાળા જતા ભુપતગીરી ઈશ્વરગીરી ગોસાઈ (ઉ.વ.૬૬, રહે. શિવમ પાર્ક-ર, કોઠારીયા મેઈન રોડ)નું મૃત્યુ નિપજયું હતું. આજી ડેમ પોલીસે સ્થળ પરથી જ કાર ચાલક સુકેતુ સોલંકી (ઉ.વ.૩૪,  રહે. અક્ષરાતિર્થ એપાર્ટમેન્ટ, ગોંડલ ચોકડી)ને ઝડપી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત માહિતી મુજબ ભુપતગીરી આજે સવારે રોડ ક્રોસ કરતા હતા ત્યારે શાપર તરફથી આવેલી હોન્ડા સીટી કારે હડફેટે લઈ પછાડી દેતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ૧૦૮ના તબીબે સ્થળ પર મૃત જાહેર કર્યા હતા.જાણ થતાં આજી ડેમ પોલીસ સ્થળ પર પહોંચી હતી. તત્કાળ મૃતકની ઓળખ મેળવી તેમના પુત્ર શુભમગીરી (ઉ.વ.ર૯)ને જાણ કરતા તે સ્થળ પર દોડી આવ્યો હતો. તેની ફરિયાદ પરથી પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.આજી ડેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આરોપી કાર ચાલક સુકેતુ શાપરમાં નોકરી કરે છે. તે એમ કહી રહ્યો છે કે સવારે ઘુમ્મસને કારણે તેને મૃતક નહીં દેખાતા અકસ્માત સર્જાયો હતો.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here