રાજકોટ શહેરનાં ગોંડલરોડ પર પીડીએમ ફાટક પાસેના રેલવે ટ્રેકના રીપેરીંગ માટે બે દિવસ સુધી ફાટક બંધ કરવામાં આવતા અનેક વાહન ચાલકોને ના છુટકે બ્રિજ પાર કરવાની નોબત આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
લોકોને આગોતરી જાણ કર્યા વિના ફાટક કામ એકાએક ચાલુ કરતા ટ્રાફિકની અંધાધુંધી સર્જાઈ હતી.રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીડીએમ ફાટક (ભક્તિનગર અને રીબડા સ્ટેશન વચ્ચે સમાપાર ફાટક નં.11) રીપેરીંગ કામ માટે તા.8 સુધી બંધ કરવામાં આવ્યું છે. આ ફાટક તા.9મી સવારે રાબેતા મુજબ ફાટક શરૂ થશે.પીડીએમ ફાટક પાસે પસાર થતી ટ્રેન જમ્પ થતી હોવાથી મુસાફરોનાં જોખમને ધ્યાને લઈ આ ફાટક પર બંને તરફ 13-13 એમ કુલ 26 મીટર રેલવે ટ્રેક નવા નાખવા સાથે સીમેન્ટના સ્લીપર પર બદલવા માટે આ ફાટક વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે. બંને સાઈટ બેરીકેટ મુકવામાં આવ્યા છે.આ ફાટકના રીપેરીંગ દરમિયાન ટ્રેનો તો ચાલુ રહેશે પરંતુ તે 20 કી.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલશે. સામાન્ય રીતે 80થી100 કી.મી.ની ઝડપે દોડતી ટ્રેન રીપેરીંગના કારણે આ સ્થળે ધીમી દોડશે. અમુક ટ્રેનોના બ્લોક પણ લેવાયા છે.ફાટક બંધ થતા બ્રિજ ઉપર વાહનોનો ટ્રાફિક વધતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ફાટક તા.9મીનાં રોજ સવારે રાબેતા મુજબ શરુ થશે તેવુ રેલવે સૂત્રોએ જણાવ્યું છે.
Read National News : Click Here
પીડીએમ રેલવે ફાટક બંધ થતા હેવી વાહનો બ્રિજ ઉપરથી દોડયા ગોંડલ રોડ પરના બ્રિજ ઉપર એસ.ટી. સહિતના હેવી વાહનોને પસાર નહીં થવા જાહેરનામુ અમલી બનાવવામાં આવ્યું છે. જેમાં એસ.ટી. બસોને બ્રિજ પાર નહીં કરવા આદેશ હોવા છતા રેલવે ફાટક બંધ થતા ના છુટકે બ્રિજ ઉપરથી દોડાવવામાં આવી રહી છે.માલવીયા ચોકથી ગોંડલ રોડને જોડતા બ્રિજ હેવી વાહનોનું વહન કમી શકે તેવી સ્થિતિમાં નહીં હોવાથી અકસ્માતને ટાળવા એસ.ટી. બસ સહિતના હેવી વાહનોને પસાર નહીં થવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.ત્યારે રેલવે તંત્રએ એકાએક રીપેરીંગ કામ માટે રેલ્વે ફાટક બે દિવસ માટે બંધ કરતા એસ.ટી. બસ સહિતના ભારે હેવી વાહનોને ના છુટકે દોડાવવામાં આવી રહ્યા છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવા વેધક સવાલો ઉઠી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here