રાજકોટ:ગણપતિ વિસર્જન વખતે રમેશભાઇ રામોલીયાનું જૂડવા દિકરાની નજર સામે પાણીમાં ડૂબી જતાં મોત

રાજકોટ:ગણપતિ વિસર્જન વખતે રમેશભાઇ રામોલીયાનું જૂડવા દિકરાની નજર સામે પાણીમાં ડૂબી જતાં મોત
રાજકોટ:ગણપતિ વિસર્જન વખતે રમેશભાઇ રામોલીયાનું જૂડવા દિકરાની નજર સામે પાણીમાં ડૂબી જતાં મોત
જિંદગીની સફરનો અંત ગમે ત્યારે અને ગમે ત્યાં આવી જતો હોય છે. અકાળે આવી જતાં મૃત્યુ જે તે મૃતકના સ્વજનોને ઉંડા આઘાતમાં ગરકાવ કરી દેતાં હોય છે. ગત સાંજે એક બનાવમાં ગણપતિજીના વિસર્જન વખતે જૂડવા પુત્રોની નજર સામે જ પિતા પાણીમાં ગરક થઇ જતાં મૃત્યુ નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જીવરાજ પાર્ક સ્થાપત્ય લાઇફ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ દસ દિવસ ગણપતિ મહોત્સવ ઉજવ્યા બાદ ગત સાંજે રંગેચંગે વિસર્જન કરવા રાવકીથી આગળ માખાવડ પાસે ગયા હતાં. જ્યાં સોસાયટીના આગેવાન અને મુખ્ય આયોજક એવા દિનેશભાઇ રાજાભાઇ રામોલીયા (ઉ.વ.૫૦)નું વિસર્જન વખતે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.પ્રાપ્ત માહિતી મુજબ શહેરના નાના મવા રોડ અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્ક નજીક આવેલા સ્થાપત્ય એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૩માં રહેતાં દિનેશભાઇ રાજાભાઇ રામોલીયા ગઇકાલે સોસાયટીના ગણપતિ વિર્સજન સાથે વાજતે ગાજતે પરિવારજનો, રહેવાસીઓ સાથે લોધીકા તાબેના રાવકી-માખાવાડ રોડ પર ગયા હતાં.

સાંજે સાડા ચારેક વાગ્યે આ સ્થળે પહોંચ્યા બાદ દિનેશભાઇ રામોલીયા અને તેના જૂડવા પુત્રો પ્રિન્સ (ઉ.વ.૨૩) તથા પ્રેમ (ઉ.વ.૨૩) બાપ્પાની મુર્તિને લઇ પાણીમાં આગળ વધ્યા હતાં.પાણી કમર સુધીનું જ હતું. પરંતુ અંદર એકાએક વીસેક ફૂટનો ભૂવો-ખાડો પડી ગયો હોઇ તેમાં દિનેશભાઇ ગરક થઇ જતાં દેકારો મચી ગયો હતો. આજુબાજુમાં ઉભેલા તેમના પુત્રોને બીજા લોકોએ બચાવી લીધા હતાં. પણ દિનેશભાઇ પાણીમાં ગરક થઇ ગયા હોઇ બેભાન હાલતમાં બહાર કાઢી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડી દેતાં પરિવારમાં, સોસાયટીના રહેવાસીઓમાં કલ્પાંત સર્જાયો હતો.

Read Saurashtra Kranti E-Paper here

દિનેશભાઇ રામોલીયા વિજય પ્લોટમાં ઉમીયા  ઓટોપાવર નામે ગેરેજ ધરાવતા હતા અને બે ભાઈમાં નાના હતાં. સંતાનમાં ૨૩-૨૩ વર્ષના પુત્ર છે. મુળ જામજોધપુરના વતની હતાં. વર્ષોથી તેઓ રાજકોટ સ્થાયી થયા હતાં. સવારે અંતિમયાત્રા નીકળી ત્યારે કરૃણ દ્રશ્યો સર્જાયા હતાં. આ બનાવમાં હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૃ અને જયદિપભાઇ હુદડે જાણ કરતાં લોધીકા પોલીસે કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here