રાજકોટ:ક્રિકેટ બોર્ડે ત્રણ મેચ માટે બે અલગ-અલગ ટીમ જાહેર કરી

રાજકોટ:ક્રિકેટ બોર્ડે ત્રણ મેચ માટે બે અલગ-અલગ ટીમ જાહેર કરી
રાજકોટ:ક્રિકેટ બોર્ડે ત્રણ મેચ માટે બે અલગ-અલગ ટીમ જાહેર કરી
ઓસ્ટ્રેલિયા સામે આગામી 22મીથી શરૂ થનારી ત્રણ મેચોની વન-ડે શ્રેણી માટેની ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે. ક્રિકેટ બોર્ડે પ્રથમ બે મેચ માટે અલગ ટીમ જાહેર કરી છે જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી તથા હાર્દિક પંડયાને આરામ આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે, ત્રીજા મેચ માટેની ટીમમાં ત્રણે ધુરંધરો સામેલ છે અર્થાત રાજકોટના મેચમાં ત્રણેય રમશે.આગામી 22મીથી ત્રણ વન-ડે મેચોની શ્રેણી શરૂ થવાની છે. ઓફ સ્પીનર આર.અશ્ર્વિનનું પુનરાગમન થયું છે. છેલ્લે તે જાન્યુઆરી 2022માં રમ્યો હતો. પ્રથમ બે વન-ડે માટે રોહિત, કોહલી, હાર્દિક, કુલદીપ યાદવને આરામ અપાયો હતો. કે.એલ.રાહુલ કેપ્ટન તથા રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન રહેશે. ઈજાગ્રસ્ત અક્ષર પટેલ પણ પ્રથમ બે મેચમાં સામેલ નથી. પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં તથા બીજા મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાવાનો છે.ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જણાવ્યું હતું કે વર્લ્ડકપ પુર્વે ખેલાડીઓને માનસિક આરામ જરૂરી હતી એટલે ચાર સીનીયરોને બે મેચ માટે આરામ આપ્યો છે. શ્રેયસ ઐય્યર ફીટ થઈ ગયો છે. અક્ષર પટેલ ત્રીજા મેચ વખત ફીટ થઈ જશે.

અશ્ર્વીનના અનુભવનો લાભ ટીમને મળશે. અક્ષરના બેકઅપ તરીકે અશ્ર્વીન તથા વોશિંગ્ટન સુંદર રહેશે.ક્રિકેટ બોર્ડે ત્રણ વનડે મેચો માટે બે ટીમ જાહેર કરી છે. રાજકોટ વન-ડેમાં ફુલ ટીમ જોવા મળશે એટલે ક્રિકેટપ્રેમીઓમાં આકર્ષણ-ઉત્સાહ-ઉતેજના સર્જાવાનું સ્પષ્ટ છે. રાજકોટમાં ત્રીજો વન-ડે 27મીએ રમાવાનો છે અને આ મેચમાં રોહિત શર્મા જ કેપ્ટન રહેશે. ઉપરાંત હાર્દિક પંડયા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ વગેરે ખેલાડીઓ પણસામેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રેણીના તથા વર્લ્ડકપ પુર્વેના આખરી મેચ માટે ભારત તથા ઓસ્ટ્રેલિયાની ટીમો 25મીએ રાજકોટમાં આવી જવાની છે. 27મીના મેચ પુર્વે નેટ પ્રેકટીસ પણ કરશે.

Read Saurashtra Kranti E-Paper here

પ્રથમ બે મેચ માટે: કેએલ રાહુલ (કેપ્ટન – કીપર), રવીન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), ગાયકવાડ, ગિલ, અય્યર, યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (કીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, જસપ્રીત, બી. શમી, મોહમ્મદ.  સિરાજ અને પ્રખ્યાત કૃષ્ણ. ત્રીજા મેચ માટે રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), ગિલ, કોહલી,  ઐયર, યાદવ, કેએલ રાહુલ (કીપર), ઈશાન (કીપર), જાડેજા, ઠાકુર, અક્ષર પટેલ, સુંદર, યાદવ, આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here