
રાજકોટના કાથરોટામાં બે દિવસ પહેલા નિંદરમાં ભુલથી ખડમાં છાંટવાની ઝેરી દવા પી લેતા 11 વર્ષના રોનક નામના બાળકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટની ભાગોળે આવેલ કાથરોટ ા ગામની સીમમાં રહેતા જયેશભાઇ ગોરધનભાઇ મકવાણા (કોળી)ના 11 વર્ષના પુત્ર રોનકે ગત તા. ર0ના રાત્રે નિંદરમાં વાડીએ પડેલ ખડમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં પરિવારજનોને કંઇક અલગ પ્રવાહી તેનાથી પીવાઇ ગયાની જાણ કરતા તેને સારવારમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે અત્રેની સિવિલમાં ખસેડાયો હતો. જયાં તેનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
Read About Weather here
બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.વધુમાં મૃતક બાળકના િ5તાએ જણાવ્યું હતું કે, રોનક એક અઠવાડિયાથી બિમાર હતો અને ગત તા. ર0ના રાત્રે તેને ઉધરસ આવ્યા બાદ ઉલ્ટી થતા નિંદરમાં તે દવા પીવા માટે ગયો ત્યારે ભુલથી ઝેરી દવા પી લીધી હતી એકના એક વ્હાલસોયા પુત્રના મોતથી પરિવાર પર આભ તુટી પડયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here