રાજકોટ:અમુલ ઈન્ડસ્ટ્રીઝના વધુ એક કામદારનો આપઘાત,માલિકો સામે ગુનો નોંધાયો

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં સામુહિક આપઘાત,માતા-બે પુત્રીઓએ સાથે આયખું ટુંકાવ્યું
વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં સામુહિક આપઘાત,માતા-બે પુત્રીઓએ સાથે આયખું ટુંકાવ્યું
આજી જીઆઈડીસીમાં આવેલી અમુલ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતાં હરેશ વજુભાઈ હેરભા (ઉ.વ.૪૪)એ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા.આ પગલું ભરતાં પહેલાં સ્યુસાઈડ નોટ લખી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં અમુલ ઈન્ડસ્ટ્રીઝના માલિકો અને ભાગીદારોના ત્રાસથી કંટાળી આ પગલું ભરી લીધાનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે ભક્તિનગર પોલીસે અમુલ ઈન્ડસ્ટ્રીઝના માલિકો સુરેશ સંતોકી, નિતીન સંતોકી ઉપરાંત અન્ય ભાગીદારો વિરૃધ્ધ આપઘાતની ફરજ પાડવાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.આજે સવારે હરેશભાઈની તેના કોઠારીયા મેઈન રોડ પરની સિતારામ સોસાયટી શેરી નં.૭માં આવેલા મકાનમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જાણ થતાં અમુલ ઈન્ડસ્ટ્રીઝના કામદારો હોસ્પિટલે દોડી આવ્યા હતા. તેમણે જયાં સુધી કારખાનાના માલિકો સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ સંભાળવાનો ઈન્કાર કરી દીધો હતો.આખરે બપોરે ૩ વાગ્યે ભક્તિનગર પોલીસે ગુનો નોંધવાની ખાતરી આપતા લાશ સંભાળી અંતિમ સંસ્કાર માટે રવાના થયા હતા. જેણે આપઘાત કર્યો તે હરેશભાઈ છેલ્લા રપ વર્ષથી અમુલ ઈન્ડસ્ટ્રીઝમાં લેથ મશીન પર કામ કરતા હતા. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ગઈકાલે તેના પત્ની સંતાનો સાથે પિયર હલેન્ડા ગામે ગયા હતા. પાછળથી ઘરે હરેશભાઈ એકલા હતા. જેથી ગઈકાલે નજીકમાં જ રહેતા નાનાભાઈ દિપકના ઘરે જમવા માટે ગયા હતા.

સુસાઇડ નોટમાં લખ્યું, બા-બાપુજી મને માફ કરજો

હરેશભાઇએ સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, “પરમ પૂજ્ય બા-બાપુજી તથા ઉમિયા, દિપક, ડિમ્પલ, પ્રતીક્ષા, નિષ્ઠા, દેવેન મને માફ કરજો, મારાથી ભૂલમાં કંઈ કેવાઈ ગયું હોય તો. મારા મરવાનું કારણ એક જ છે. એના જવાબદાર અમૂલ ઈન્ડસ્ટ્રીનાં માલિક સુરેશ સંતોકી, નીતિન સંતોકી અને એના ભાગીદાર છે. બસ મને માફ કરશો.”આજે સવારે દિપકભાઈએ નાસ્તો કરવા માટે કોલ કર્યા હતા. પરંતુ હરેશભાઈએ રીસીવ નહીં કરતા તેના મકાનના ઉપરના ભાગે ભાડુઆત તરીકે રહેતા દશરથસિંહ જાડેજાને તપાસ કરવા કહ્યું હતું. જેણે તપાસ કરતાં હરેશભાઈ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા. જેથી દિપકભાઈને જાણ કરતા તે અન્ય પરિવારના સભ્યો સાથે દોડી આવ્યા હતા. પાડોશીઓ પણ ભેગા થઈ ગયા હતા.

Read National News : Click Here

તત્કાળ પોલીસ અને ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ના તબીબે હરેશભાઈને મૃત જાહેર કર્યા બાદ ભક્તિનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવીલમાં ખસેડયો હતો.  તપાસ કરતા હરેશભાઈ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.જેમાં તેણે લખ્યું હતું કે પરમ પુજય બા-બાપુજી તથા ઉમિયા (પત્ની), દિપક, ડિમ્પલ, પ્રતિક્ષા, નિષ્ઠા, દેવેન મને માફ કરજો, મારાથી ભૂલમાં કંઈ કહેવાય ગયું હોય તો. મારા મરવાનું કારણ એક જ છે, તેના જવાબદાર અમુલ ઈન્ડસ્ટ્રીઝના માલિકો સુરેશ સંતોકી અને નિતીન સંતોકી ઉપરાંત અન્યો ભાગીદારો છે, બસ મને માફ કરશો.આ સ્યુસાઈડ નોટ ભક્તિનગર પોલીસે કબ્જે લીધી હતી. બીજી તરફ હરેશભાઈના મૃતદેહનું સિવિલમાં પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારના સભ્યો અને તેના સાથી કર્મચારીઓએ જયાં સુધી ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો ઈન્કાર કરી દીધો હતો. આખરે બપોરે પોલીસે ગુનો દાખલ કરતાં મૃતદેહ સંભાળી લીધો હતો. પોલીસે હરેશભાઈના ભાઈ દિપકભાઈની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો છે.

અગાઉ બે કામદારોએ આપઘાત કરેલો

ઉલ્લેખનીય છે કે, અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કામદારો લાંબા સમયથી લડત આપી રહ્યા છે. સૂત્રો કહે છે કે, કંપનીમાં માલિકો અને ભાગીદારો વચ્ચે આંતરિક વિવાદ હોવાથી સમગ્ર વિખવાદ થયો છે. કામદાર રમેશભાઈ બકુત્રાએ જણાવ્યું કે, પગાર નહીં ચુકવવાના કારણે આર્થિકભીંસમાં આવી જતાં અત્યાર સુધીમાં ત્રણ કામદારો આત્મહત્યા કરી ચુકયા છે. અન્ય બે કામદારોના નામ વિક્રમભાઈ બકુત્રા અને અનિલ વેગડા છે. આ કારખાનામાં 400થી વધુ કામદારો કામ કરે છે. એકાદ વર્ષથી પગાર અને 30 થી 32 મહિનાનું પીએફ ચૂકવ્યું નથી. કામદારો દ્વારા આમરણાંત ઉપવાસ, દેખાવો, આત્મવિલોપનના પ્રયાસ પણ કરી ચુકયા છે. સીએમઓ, પીએમઓ, કલેકટર, લેબર ઓફિસ સહિતના સ્થળોએ રજૂઆતો કરવા છતાં ન્યાય મળતો નથી. લડત કરનાર કામદારોની તમિલનાડુ ખાતે બદલી કરાઈ હતી પણ સરકારમાં રજુઆત થતા મામલો લેબર વિભાગમાં સુપરત કરાયો હતો.

મૃતકને 19 વર્ષ અને 17 વર્ષની દીકરી અને 11 વર્ષનો દીકરો છે

મૃતક હરેશભાઈને સંતાનમાં 19 વર્ષની દીકરી પ્રતીક્ષા, 17 વર્ષની દીકરી નિષ્ઠા અને 11 વર્ષનો પુત્ર દેવેન છે. પત્નીનું નામ ઉમિયાબેન છે. હરેશભાઇ બે ભાઈ, બે બહેનમાં વચેટ હતા. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here