રાંધણગેસ સિલિન્ડરમાં રૂા.99.75 નો ઘટાડો: એલપીજી સિલિન્ડરનાં ભાવ યથાવત

રાંધણગેસ સિલિન્ડરમાં રૂા.99.75 નો ઘટાડો: એલપીજી સિલિન્ડરનાં ભાવ યથાવત
રાંધણગેસ સિલિન્ડરમાં રૂા.99.75 નો ઘટાડો: એલપીજી સિલિન્ડરનાં ભાવ યથાવત
શાકભાજીથી માંડીને કઠોળ સુધીની ખાદ્યચીજોની આસમાનને આંબતી કિંમતોથી મોંઘવારીનો પડકાર સહન કરતા લોકોને રાહત મળી હોય તેમ રાંધણ ગેસનાં ભાવમાં ઘટાડો થયો છે. કોમર્સીયલ એલપીજી સીલીન્ડરમાં રૂા.99.75 નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. સબસીડીયુકત એલપીજી સીલીન્ડરનાં ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

એટલે ઘર વપરાશમાં કોઈ રાહત નથી. ભારતીય તેલકંપનીઓ દ્વારા આજે એલજીપી સીલીન્ડરનાં નવા ભાવની ઘોષણા કરવામાં આવી હતી જે અંતર્ગત 19 કિલોનો કોમર્શીયલ એલપીજી સીલીન્ડર રૂા.99.75 સસ્તો થયો છે. આ સાથે પાટનગર દિલ્હીમાં કોમર્સીયલ ગેસ સીલીન્ડરનાં ભાવ ઘટીને રૂા.1680 થયો છે. તેલકંપનીઓ દ્વારા ગત મહિને કિંમતમાં રૂા.7 નો મામુલી વધારો કર્યો હતો. આજના ભાવ ઘટાડાને પગલે પાટનગર દિલ્હીમાં કોમર્સીયલ સીલીન્ડરનો ભાવ રૂા.1680 થયો છે.

Read About Weather here

જયારે કોલકતામાં 1802.50, મુંબઈમાં 1640.50 ચેન્નાઈમાં રૂા.1852.50 થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોમર્સીયલ સીલીન્ડર 19 કિલોનું વજન ધરાવે છે. ઘર વપરાશનાં સીલીન્ડરમાં 15 થી 16.50 કિલો વજન હોય છે. ઘર વપરાશનાં રાંધણગેસ સીલીન્ડરનાં ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો ન હોવાથી આમ આદમીને કોઈ રાહત નથી. વિશ્ર્વ સ્તરે કુદરતી ગેસની કિંમતોમાં વધઘટથી માંડીને અનેકવિધ પરિબળોને લક્ષ્યમાં રાખીને રાંધણ ગેસનાં ભાવમાં બદલાવ કરવામાં આવતો હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here