રસ્તા પર નડતરરૂપ 31 રેકડી-કેબીન જપ્ત કરાઈ

રસ્તા પર નડતરરૂપ 31 રેકડી-કેબીન જપ્ત કરાઈ
રસ્તા પર નડતરરૂપ 31 રેકડી-કેબીન જપ્ત કરાઈ
 રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.31/7 થી તા.4/8 સુધીની  રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

રસ્તા પર નડતર રૂપ 31 રેકડી/કેબીન તે પંચનાથ શેરી નં-9, છોટુનગર, મવડી મેઈન રોડ, જ્યુબેલી મેઈન રોડ, લક્ષ્મિનગર મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, પટેલ ક્ધયા છાત્રાલય નંદનવન તપન સ્કુલ, વેગળ ચોક શ્યામલ ઉપવન રોડ પરથી  જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય 81 પરચુરણ ચીજવસ્તુઓ પેડક રોડ, બાલક હનુંમાન, કોઠારીયા રોડ, પારેવડી ચોક, ગાયત્રીનગર મેઈન રોડ, પંચનાથ શેરી નં-9, ઢેબર રોડ, જ્યુબેલી રોડ, લાખાજીરાજ રોડ, પોસ્ટ ઓફિસ મેઈન રોડ, રૈયા રોડ, આહિર ચોક, જનકપુરી મેઈન રોડ, લક્ષ્મિનગર મેઈન રોડ,બાપાસિતારામ ચોક, નંદનવન મેઈન રોડ પાસેથી જપ્ત કરવામાં આવેલ. 529  કિલો શાકભાજી/ફળ તે ગાયત્રીનગર મેઈન રોડ, જ્યુબેલી, ગુંદાવાડી, જનકપુરી, પુષ્કરધામ મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ. 89,820 મંડપ કમાન છાજલી ભાડુ તે સંતકબીર રોડ, લાખાજીરાજ રોડ, મોરબી રોડ, પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ, રૈયા રોડ પરથી વસુલ કરવામાં આવેલ છે,રૂ.32,450 વહિવટી ચાર્જ તે સેટેલાઈટ ચોક,મોરબી રોડ,80 ફુટ રોડ,કોઠારીયા રોડ,ભાવનગર રોડ,પેલેસ રોડ,યુનિ.રોડ,ચંદ્રેશનગર રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, 92 બોર્ડ-બેનર તે પેડક રોડ,મારૂતીનંગર મેઈન રોડ,રિંગ રોડ,લાખાજીરાજ રોડ,એસ્ટ્રોન ચોક,કિશાનપરા,150 ફુટ રિંગ રોડ પરથી જપ્ત કરેલા છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here