રક્ષાબંધનના દિવસે રાજ્ય સરકારે રજા કરી જાહેર:તમામ સરકારી કચેરીઓ સહીત બેન્કો પણ બંધ રહેશે

રક્ષાબંધનના દિવસે રાજ્ય સરકારે રજા કરી જાહેર:તમામ સરકારી કચેરીઓ સહીત બેન્કો પણ બંધ રહેશે
રક્ષાબંધનના દિવસે રાજ્ય સરકારે રજા કરી જાહેર:તમામ સરકારી કચેરીઓ સહીત બેન્કો પણ બંધ રહેશે
શ્રાવણ શુક્લ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ દિવસે બહેન પોતાના ભાઈનાં હાથે રક્ષા કરવા માટે રાખડી બાંધે છે. આ વર્ષે રક્ષાબંધન બે દિવસ ઉજવવામાં આવશે, ત્યારે હવે રાજ્ય સરકારે રક્ષાબંધનના પવિત્ર દિવસે રજા જાહેર કરી છે જેના પગલે હવે 30મી ઓગસ્ટે તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત સરકાર દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ તે જાહેર થઈ નહી હોવાથી બેન્કો તથા વિમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ રક્ષાબંધનની રજા લાગુ પડતી ન હતી જેમાં રાજય સરકાર પાસે વ્યાપક રજુઆત થતા તે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ‘રજા’ જાહેર કરતા હવે બેન્ક વિમા સહિતના કર્મચારીઓને પણ તા.30ના રોજ ‘રજા’નો લાભ મળશે. આમ તા.30 ઓગષ્ટ બુધવારના રોજ બેન્કો પણ બંધ રહેશે.

*રક્ષાબંધનનો શુભ મુહૂર્ત
30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યાથી ભદ્રા શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યે પૂર્ણ થશે. જેથી 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે.
*ભદ્રા કાળ દરમિયાન માત્ર 4 મિનિટનો શુભયોગ
જો તમે 30 ઓગસ્ટનાં રોજ ભદ્ર કાળ દરમિયાન રાખડી બાંધવા ઈચ્છો છો તો તમને માત્ર 4 મિનિટનો શુભ સમય મળી શકશે. 30 ઓગસ્ટનાં સવારે રાખડી બાંધવા માટેનો પ્રદોષ કાળ મૂહુર્ત રાત્રે 9.01થી રાત્રે 9.05 એટલે કે 4 મિનિટનો જ સમય રહેશે.

*રક્ષાબંધનનાં દિવસે આ બાબતોનું ખાસ રાખવું ધ્યાન

> રક્ષાબંધનનાં દિવસે રાખડી બાંધતા સમયે મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું

> રાખડી બાંધતા સમયે ભાઈ કે બહેનનું મોઢું દક્ષિણ દિશાની તરફ ન હોવું જોઈએ. દક્ષિણ દિશાને યમ એટલે કે મૃત્યુની દિશા માનવામાં આવે છે. આ દિશામાં કામ કરવાથી ઉંમર ઓછી થતી જાય છે.

> રાખડીનાં દિવસે ભાઈને તિલક લગાવવા માટે ચંદનનો ઉપયોગ કરવો. સિંદૂરનો ઉપયોગ ન કરવો કારણકે તેને સુહાગની નિશાની માનવામાં આવે છે.

> રાખડીથી પહેલાં ભાઈઓનું પૂજન કરતાં સમયે ધ્યાન રાખવું કે અક્ષત એટલે કે ચોખાનાં ટૂકડા તૂટેલા ન હોય.

> ભાઈની આરતી કરતાં સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આરતીની થાળીમાં રાખવામાં આવેલ દીવો તૂટેલો ન હોય.

Read About Weather here

*ભદ્રકાળમાં શા માટે રાખડી બાંધવામાં આવતી નથી?

> ભદ્રા વિષ્ટિ અંગે પૌરાણિક માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે કે, શૂર્પણખાએ ભદ્રાવિષ્ટિ કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી. આનું પરિણામ એ આવ્યું કે રાવણના સમગ્ર કુળનો નાશ થયો. તેથી એવું માનવામાં આવે છે કે ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. એવી પણ માન્યતા છે કે ભદ્રામાં રાખડી બાંધવાથી ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે.

*ભદ્રાકાળમાં રાખડી શા માટે બાંધવામાં આવતી નથી

ધર્મ શાસ્ત્રમાં ભદ્રકાળમાં શુભ કામ કરી શકાતું નથી. ભદ્રકાળમાં જે શુભ કામ કરવામાં આવે છે, તેનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ભદ્રકાળમાં રાખડી બિલ્કુલ પણ બાંધવામાં આવતી નથી. રાવણની બહેને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી અને તે જ વર્ષે પ્રભુ શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. જેથી રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. આ કારણોસર માનવામાં આવે છે કે, ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થઈ જાય છે. 

 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here