મોરબી હાઇ-વે પર અકસ્માત:ડમ્પર ચાલકે બે કાર અને 1 બાઈકને ઠોકર મારી,યુવાનનું મોત

મોરબી હાઇ-વે પર અકસ્માત:ડમ્પર ચાલકે બે કાર અને 1 બાઈકને ઠોકર મારી,યુવાનનું મોત
મોરબી હાઇ-વે પર અકસ્માત:ડમ્પર ચાલકે બે કાર અને 1 બાઈકને ઠોકર મારી,યુવાનનું મોત
મોરબી – વાંકાનેર હાઈવે પર જાંબુડિયા ગામ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકે બે કાર અને એક બાઈકને ઠોકર મારી હતી. જેથી બાઈકચાલક યુવાન પર ડમ્પરનું ટાયર ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. અકસ્માત સર્જી ડમ્પરચાલક નાસી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મોરબીના ભડિયાદ રોડ પર નજરબાગ પાસે રહેતા રવિભાઈ દેવસીભાઈ પરમાર (ઉ.વ.૨૯) એ  ડમ્પર નં. જી.જે. ૧૨ બીએક્સ ૫૮૪૪ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે આજે સવારે બનેવીએ ફોન કરી મોટાભાઈ મહેશભાઈને જાંબુડિયા ઓવરબ્રિજ પાસે અકસ્માત થયાની માહિતી આપી હતી. જેથી રવિભાઈ પરમાર તુરંત સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં મહેશભાઈનો મૃતદેહ ડમ્પરના આગળના ડાબી બાજુના ટાયર પાસે પડયો હતો. જ્યાં સ્થળ પર પૂછપરછ કરતા ડમ્પર ચાલકે બાઈક ઉપરાંત એક ઈનોવા કાર અને અલ્ટોઝ કારને ટક્કર મારી હતી, જેમાં કારમાં નુકશાન થવા પામ્યું હતું.

ઈનોવા કારના ચાલક વિવેકભાઈ જયંતીભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે, સવારે આશરે ૮.૪૦ વાગ્યે તેમની ઈનોવા કાર આગળ મહેશભાઈ બાઈક લઈને જતા હતા. ત્યારે બાજુમાંથી પસાર થતા બીજા બાઈક સાથે તેનું બાઈક સહેજ અડી ગયું હતું. જેથી બેલેન્સના રહેતા મહેશભાઈ બાઈક સહિત પડી ગયા હતા. જેથી ઈનોવા કારના ચાલકે બ્રેક મારતા તેની પાછળ આવતી અલ્ટ્રોઝ કારના ચાલક રવિભાઈ નરભેરામભાઈ કૈલાએ પણ બ્રેક મારી હતી. જ્યારે પાછળથી આવતા ડમ્પર ટ્રક ના ચાલકે અલ્ટ્રોઝ કાર અને ઈનોવા કારને પાછળથી ઠોકર મારી હતી અને બંને કારને ફંગોળી નાખી બાઈક સહિત નીચે પડેલા મહેશભાઈ પર ડમ્પરનું ટાયર ચડાવી દેતા મહેશભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત સર્જીડમ્પર ચાલક નાસી ગયો હતો.

Read Saurashtra Kranti E-Paper here

આમ ડમ્પર ચાલકે ટાટા કાર અને ઈનોવા કારને ઠોકર મારી બંને કારને રોડ પર ફંગોળી દઈને બાઈક સહીત રોડે પર પડેલા મહેશભાઈ દેવશીભાઈ પરમાર (ઉ.વ.૩૯) ઉપર ટ્રક ડમ્પરનું ટાયર ફરી વળતા મોત થયું હતું અને અકસ્માત બાદ ટ્રક રેઢો મૂકી ચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here