મોરબી: હાઇવે પર અકસ્માતના જુદા જુદા બે બનાવમાં વૃદ્ધા અને પ્રૌઢનું મોત 

મોરબી: હાઇવે પર અકસ્માતના જુદા જુદા બે બનાવમાં વૃદ્ધા અને પ્રૌઢનું મોત 
મોરબી: હાઇવે પર અકસ્માતના જુદા જુદા બે બનાવમાં વૃદ્ધા અને પ્રૌઢનું મોત 
ગ્રીનલેન્ડ ચોકડી, આરટીઓ કચેરી પાસે આવેલા નરસિંહનગરમાં રહેતા માનુબેન મુળજીભાઇ ગોહેલ નામના વૃદ્ધાના ટંકારાના છતર ગામે રહેતા કાકાનું અવસાન થયું હોય પુત્ર ધર્મેશ સાથે બાઇક પર છતર ગામે લૌકીકે જવા નીકળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

માતા-પુત્ર મોરબી રોડ, બેડી ગામ પાસે મારવાડી યુનિવર્સિટી નજીક પહોંચ્યા ત્યારે પૂરઝડપે ધસી આવેલી ઓટો રિક્ષાએ બાઇકને ઠોકર મારી નાસી ગઇ હતી. બાઇકને રિક્ષાની ઠોકર લાગતા માતા-પુત્ર બંને બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેમાં ધર્મેશને સામાન્ય ઇજા થઇ હતી. જ્યારે માનુબેનને ગંભીર ઇજા થઇ હોય તુરંત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં વૃદ્ધાએ દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ અને ધર્મેશની ફરિયાદ પરથી રિક્ષાચાલક સામે ગુનો નોંધ્યો છે.
Read About Weather here

અકસ્માતનો બીજો બનાવ મોરબી બાયપાસ ચોકડી પાસે બન્યો છે. જેમાં પોપટપરા, 53 ક્વાર્ટરમાં રહેતા સલીમશા હુશેનશા શાહદાર નામના પ્રૌઢ ગુરુવારે સવારે તેમની રિક્ષા લઇને જતા હતા. ત્યારે પૂરઝડપે ધસી આવેલી ટ્રકે રિક્ષાને ઠોકર મારતા રિક્ષા સહિત પ્રૌઢ ફંગોળાઇને રોડની સાઇડમાં પડ્યા હતા. જેમાં સલીમશાનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે આઇસરચાલક સામે ગુનો નોંધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here