
ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જુલાઈનાં અંત સુધીમાં રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાએ અઢીગણી વધુ કૃપા વરસાવી છે. ગત વર્ષે જુલાઈનાં અંત સુધીમાં સૌરાષ્ટ્રના 81 ડેમો પૈકી માત્ર 18 ડેમો ઓવરફલો થયા હતા તેની સામે ચાલુ વર્ષે જુલાઈ અંતિત સૌરાષ્ટ્રનાં 81 પૈકી 44 ડેમો ઓવરફલો થઈ રહ્યા છે. આમ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ અઢીગણી વધુ કૃપા વરસાવી દીધી છે અને હજુ ચોમાસાનાં બે મહિના પણ બાકી છે.
Visit Saurashtra Kranti Homepage here
દરમ્યાન સિંચાઈ વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર ગયા જુલાઈ માસ સુધીમાં સૌરાષ્ટ્રનાં 81 ડેમોમાં કુલ 17022 એમસીએફટી પાણી સંગ્રહ હતું. તેની સામે ચાલુ વર્ષે 29960 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે.ઉલ્લેખનીય બાબત એ છે કે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાનાં 27 ડેમોમાં 19251 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે અને જિલ્લાનાં 14 ડેમો પણ ઓવરફલો થઈ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાનાં 27 જળાશયોમાં 21627 એમસીએફટી પાણીનો કુલ સંગ્રહ થાય છે જેની સામે ચાલુ વર્ષે 19251 એમસીએફટી પાણી આવી ગયું છે.
Read About Weather here
તથા મોરબીનાં 10 ડેમોમાં 7237 એમસીએફટી જળસંગ્રહ ક્ષમતા સામે ચાલુ વર્ષમાં 6787 એમસીએફટી પાણી આવી ગયુ છે. તથા જામનગર જિલ્લાનાં 22 ડેમોમાં 8797 એમસીએફટીની ક્ષમતા સામે ચાલુ વર્ષે 8070 એમસીએફટી પાણી આવી ગયુ છે.ઉપરાંત દ્વારકા જિલ્લાના 12 ડેમોમાં 3206 એમસીએફટી જળસંગ્રહ ક્ષમતા સામે ચાલુ વર્ષે 3041 એમસીએફટી પાણી આવી ગયુ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાનાં 11 ડેમોમાં કુલ 2334 એમસીએફટી પાણીની સંગ્રહ ક્ષમતા સામે ચાલુ વર્ષે 2084 એમસીએફટી પાણી આવી ગયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here