મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન-20 લોગો,વેબસાઇટ,વેલકમ સોંગનું લોન્ચીંગ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન-20 લોગો,વેબસાઇટ,વેલકમ સોંગનું લોન્ચીંગ કર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન-20 લોગો,વેબસાઇટ,વેલકમ સોંગનું લોન્ચીંગ કર્યુ
અમદાવાદમાં આગામી તા. 9-10 ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-ર૦ર૩માં U-20 મેયર્સ સમિટ યોજાશે. અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, G-20 દેશોના શહેરો-મહાનગરોના કલાયમેટ ચેન્જ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસીંગ અને સર્વગ્રાહી સામાજીક વિકાસના વિવિધ મુદ્દાઓ પર વૈચારિક આદાન-પ્રદાન માટે અર્બન-20 સાયકલ ગ્લોબલ પ્લેટફોર્મ પુરૂં પાડશે.

Visit Saurashtra Kranti Homepage here

વિઝનરી ગ્લોબલ લીડર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં યોજાનારી G-20 સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદને આંગણે યોજાનારા અર્બન-20 સમિટના લોગો તથા વેબસાઇટ અને સોશિયલ મિડીયા હેન્ડલ્સ તથા વેલકમ સોંગ લોન્ચીંગ અવસરે મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પૂરીજીએ આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સથી સંદેશ પાઠવ્યો હતો.

Read About Weather here

G-20 દેશો ઉપરાંત, C40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે. ‘વસુધૈવ કુટુમ્બકમ-વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ની ભારતની G-20 થીમ સાથે સુસંગત અમદાવાદમાં યોજાનારી U-20 શહેર સ્તરની ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી અને આપણા સહિયારા ભવિષ્યને રેખાંકિત કરતા કાયમી હકારાત્મક વૈશ્વિક પરિણામો લાવી શકે છે તે બાબત પર કેન્દ્રીત હશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here