‘મિશન બ્રોડગેજ અમરેલી’ : રેલવેની સુવિધા આપવા સોશ્યલ મીડિયામાં સંદેશા અભિયાન શરૂ

‘મિશન બ્રોડગેજ અમરેલી’ : રેલવેની સુવિધા આપવા સોશ્યલ મીડિયામાં સંદેશા અભિયાન શરૂ
‘મિશન બ્રોડગેજ અમરેલી’ : રેલવેની સુવિધા આપવા સોશ્યલ મીડિયામાં સંદેશા અભિયાન શરૂ
 રમેશ પારેખ જેવા કવિ અને અમરેલીને જિલ્લો બનાવનાર ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એવા ડો. જીવરાજ મહેતાએ વતનનું ઋણ ચૂકવવા માટે અમરેલીને જિલ્લો તો બનાવી દીધો પરંતુ આજ સુધી અમરેલી જિલ્લાને જિલ્લો કહી શકાય અથવા તો અમરેલી શહેરને શહેર કહી શકાય એવો કોઈ વિકાસ અમરેલીમાં થયો નથીજેનું મુખ્ય કારણ છે અમરેલીમાં જે પાયાની સુવિધા હોવી જોઈએ વિકાસ માટે તેમજ પરિવહન અને પર્યટન માટે ખૂબ જ જરૂરી એવી બ્રોડગેજ લાઈન નથી.

Visit Saurashtra Kranti Homepage here

જેથી અત્યાર સુધી બ્રોડગેજથી વંચિત એવી અમરેલીની જનતા મોટા શહેરોમાં અને વિદેશમાં વસવાટ માટે જવા મજબૂર થઈ ગઈ છે. ત્યારે હમણાં બ્રોડગેજ વગર ખૂબ જ હેરાન થયેલી જનતાના યુવાનોએ બિન રાજકીય રીતે એક કેમ્પેઇન ‘અમરેલી માંગે બ્રોડગેજ’ ના નેજા હેઠળ સોશ્યલ મીડિયામાં શરૂ કર્યું છે. જે તેમજ સર્વે લોકોએ બિન રાજકીય રીતે સાથે રહેવાનું નક્કી કર્યું હતું અને ગાંધી ચિંઘ્યા માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું હતું.આ મિટિંગમાં અમરેલીની જનતા વતી આગેવાનો વિપુલભાઈ ભટ્ટી, વિશાલભાઈ મહેતા, ભાર્ગવભાઈ મહેતા, યોગેશભાઈ કોટેચા, આશાબેન દવે, તેજસભાઈ ઢોણે, મનીષભાઈ સાંગાણી, તુલસીભાઈ મકવાણા, ગૌતમભાઈ વ્યાસ, ચેતનભાઇ માલકીયા, આશિષભાઈ રતનધાયરા, હરેશભાઈ સાદરાણી, હસમુખભાઈ વાંઝા, અલ્પેશભાઈ કાબરીયા, સૈયદભાઈ મોહમ્મદભાઈ, કરણભાઈ વાંઝા, રાજેશભાઈ ગાંધી,હિતેશભાઈ જોશી, પિયુષભાઈ થડેશ્વર,અનિલભાઈ ચાવડા, પ્રકાશભાઈ પારેખ, હાર્દિકભાઈ જોશી, કાર્તિકભાઈ ચંદવાનિયા, હસમુખભાઈ વાજા તેમજ પત્રકાર મિત્રો જાવેદખાન પઠાણ અને જયસુખભાઈ સોજીત્રા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા

Read About Weather here

કોઈપણ સંજોગોમાં અમરેલીમાં બ્રોડગેજ લાવીને જ રહીશું ત્યાં સુધી શાંતિથી બેસીશું નહીં એવું નક્કી કરાયું હતું. તેમજ આગળની કાર્યવાહીમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરવા જવાનું નક્કી થયેલ છે અને આ મિશન બ્રોડગેજ અમરેલી અભિયાનમાં જોડાવા માટે અમરેલીની ઘણી બધી સંસ્થાઓ તૈયાર છે અને આ અભિયાનની સાથે જ છે એવું આ ટીમને જાહેર કરેલ છે જે પણ અમે આગામી સમયમાં મીડિયાના માઘ્યમ દ્વારા જાહેર કરીશુંઅનુસંધાને આ ગ્રુપના સક્રિય અને બ્રોડગેજ લાવવા માટે ખૂબ જ ખંતથી તન, મન, ધનથી સહકાર આપે એવા રપ જેટલા આગેવાનો અમરેલી રેલ્વે સ્ટેશન પાસે ગતરોજ સાંજે 4:00 વાગ્યા આસપાસ ભેગા થયા હતા.અને અમરેલીમાં કેવી રીતે બ્રોડગેજ લાવવી, કયાં કયાં રજૂઆત કરવી વગેરે મુદ્દે ચર્ચાઓ કરી અને એક ટીમ બનાવીને આ અભિયાનનું નામ ‘મિશન બ્રોડગેજ અમરેલી’ નક્કી કરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here