માર્ગ અકસ્માતો ઘટાડવા‘નટુભાઈ ત્રિવેદી’ની 40 વર્ષની અનોખી સેવા

માર્ગ અકસ્માતો ઘટાડવા‘નટુભાઈ ત્રિવેદી’ની 40 વર્ષની અનોખી સેવા
માર્ગ અકસ્માતો ઘટાડવા‘નટુભાઈ ત્રિવેદી’ની 40 વર્ષની અનોખી સેવા
રાજ્યમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે.. જેની સામે સરકાર પણ અકસ્માત નિવારવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે.. તેમ છતા અકસ્માતના બનાવો વધારે બની રહ્યાં છે.  આ અકસ્માતના બનાવો ન બને તે માટે નાના બાળકોથી લઈને વડિલોને રોડ સેફ્ટીના નિયમો અંગે માહિતી હોવી જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેથી અકસ્માત થતાં અટકી શકે છે. જામનગરમાં રહેતા નટુભાઈ ત્રિવેદી કે જેઓ છેલ્લા 40 વર્ષથી નાના બાળકોથી લઈને કોલેજના વિદ્યાર્થીઓને રોડ-સેફ્ટીને લઈને ટ્રેનિંગ આપી રહ્યાં છે.. જેથી અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાઈ. જામનગરમાં રહેતા નટુભાઈ ત્રિવેદી છેલ્લા 40 વર્ષથી રોડ-સેફ્ટીને લઈને ટ્રેનિંગ આપી રહ્યાં છે.. અત્યાર સુધીમાં નટુભાઈએ 2 લાખ વિદ્યાર્થીઓને રોડ-સેફ્ટીને લઈને ટ્રેનિંગ આપી છે.. જ્યારે પણ નટુભાઈ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે ત્યારે તેઓ કોમેડી ભાષમાં જ ટ્રેનિંગ આપે છે.. જેથી વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહી શકે.જામનગરમાં રોડ સેફ્ટી પેટ્રોલ યુનિટના કમાન્ડર રહી ચુકેલા નટુભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે તેઓએ નર્સરીના બાળકોથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને તેમને રોડ સેફ્ટીને લઈને ટ્રેનિંગ આપી છે. અત્યાર સુધીમાં આ દાદાએ 2 લાખ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી ચૂક્યા છે.

સૌથી પહેલા તેમને 1979માં આ ટ્રેનિંગ આપવાની શરૂ કરી હતી.. ત્યારે 45 હજાર આસપાસ વિદ્યાર્થીઓને રોડ-સેફ્ટીને લઈને ટ્રેનિંગ આપવામાં આવી હતી.. પોલીસમાં જે નવી ભરતી થાય છે તેને પણ આ દાદા ટ્રેનિંગ આપી ચૂક્યા છે.. તેમને  ડીએસપીતરફથી સુચન કરવામાં આવ્યું હોવાથી તેમને છેલ્લે 160 પોલીસકર્મીની ભરતી થઈ ત્યારે તેઓએ ટ્રેનિંગ આપી હતી. નટુભાઈ ત્રિવેદી ગુજરાતની અલગ અલગ શાળામાં જઈને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે.. ત્યારે તેઓની સૌ કોઈ સરાહના કરી રહ્યું છે.નટુભાઈ  જ્યારે અલગ અલગ સ્કુલમાં ટ્રેનિંગ આપવા માટે જાય છે .

Read National News : Click Here

ત્યારે સાયકલ કેવી રીતે ચલાવવી? વધુ સ્પીડમાં સાયકલ ન ચલાવવી, અકસ્માતથી બચવા માટે શું કરવું જોઈએ? તે સહિતની તમામ માહિતી આપતા હતા..નટુભાઈ  બાળકોને ટ્રેનિંગ આપે ત્યારે કોમેડી ભાષમાં ટ્રેનિંગ આપતા હતા જેથી વિદ્યાર્થીઓ સરળતાથી સમજી જાય અને તે દરેક નિયમો યાદ રહે.. આ દાદા બાળકોને એવું પણ સમજાવ હતા કે જ્યારે પણ તમે ઘરની બહાર તમારા મમ્મી કે પપ્પા સાથે નીકળો ત્યારે હંમેશા તેની આંગળી પકડવી નહીં તો અકસ્માત થઈ શકે છે અને તમને લાગી પણ શકે છે… જેથી બાળકો આ વાત સમજી પણ સારી રીતે જતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here