રાજકોટ મહાનગરનો સ્માર્ટ સીટી તરીકે સતત વિકાસ ચાલુ છે ત્યારે ભવિષ્યમાં મહાપાલિકાના વધુ ઝોન ઉભા કરવાની જરૂરીયાત ધ્યાને લઇ અત્યારથી મનપા કક્ષાએ બે નવા ડે.કમિશ્નરની જગ્યા ઉભી કરવાની દરખાસ્ત અંતે આજે મંજૂર કરી દેવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
સરકારમાંથી મંજૂરી આવે એટલે રાજકોટમાં કુલ પાંચ નાયબ કમિશ્નરનું સેટઅપ બનશે.
લાંબા સમયથી પેન્ડીંગ આ દરખાસ્તને મંજૂર કર્યા બાદ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે, મહેકમ વિભાગની તમામ દરખાસ્ત બહાલ કરવામાં આવી છે. રાજકોટનો વિકાસ સતત થાય છે અને વિસ્તાર વધતો જાય છે.પશ્ચિમના છેડે માધાપર, મુંજકા, ઘંટેશ્વર અને દક્ષિણમાં 19 કિ.મી.ના સર્વે સાથેનો વિશાળ કોઠારીયા વિસ્તાર છે. ભવિષ્યમાં આ બે વિસ્તારમાં ઝોન કચેરી બનાવવી પડશે. લોકોને પોતાના વિસ્તાર નજીક કચેરીની સેવા મળે તે જરૂરી છે. તે દિશામાં પ્રાથમિક વહીવટી કામગીરીના ભાગરૂપે ડે.કમિશ્નરની બે જગ્યા મંજૂર કરવામાં આવી છે.
Read Saurashtra Kranti E-Paper here
વોર્ડ ઓફિસર તરીકે અગાઉ માત્ર એમબીએ ઉમેદવાર લેવાયા હતા. તેમાં હવે માત્ર ગ્રેજયુએટ લાયકાતની દરખાસ્ત આવી હતી. પરંતુ શાસકોએ અભ્યાસ કરીને કોઇપણ અનુસ્તાનક (પી.જી.)ની લાયકાત મુકરર કરી છે. એટલે કે સ્નાતક બાદના કોઇપણ ફેકલ્ટીના અનુસ્નાતક ભરતી સમયે અરજી કરી શકશે. આવી જ નવી છ જગ્યા ઉભી કરવામાં આવશે. હવે આવતા વર્ષે રાજકોટમાં દક્ષિણ, ઉત્તર, પશ્ચિમરૂપે નવી ઝોન કચેરી શરૂ કરવામાં આવે તેવી પૂરી શકયતા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here