મહારાષ્ટ્ર : થાણેમાં  40 માળની બિલ્ડિંગની લિફ્ટ તુટી પડતા 7 શ્રમિકોના મોત

મહારાષ્ટ્ર : થાણેમાં  40 માળની બિલ્ડિંગની લિફ્ટ તુટી પડતા 7 શ્રમિકોના મોત
મહારાષ્ટ્ર : થાણેમાં  40 માળની બિલ્ડિંગની લિફ્ટ તુટી પડતા 7 શ્રમિકોના મોત
મહારાષ્ટ્રમાં ભયાનક લિફ્ટ દુર્ઘટના ઘટી છે, જેમાં 7 શ્રમિકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. આ દુર્ઘટના પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે, શ્રમિકો 40 માળની બિલ્ડિંગની ઉપર વોટર પ્રૂફિંગનું કામ કરીને લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન લિફ્ટ તુટી પડતા ભારે અફરા-તફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લિફ્ટમાં કુલ 7 શ્રમિકો હતા અને તે તમામના મૃત્યુ નિપજ્યાં છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું, ‘થાણેમાં લિફ્ટ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.

Read Saurashtra Kranti E-Paper here

શ્રમિકો કામ પુરુ કરી લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા

મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્રના થાણેના બાલકુલમ વિસ્તારમાં એક 40 માળની બિલ્ડિંગ આવેલી છે, જેની લિફ્ટ તુટી જતા 7 શ્રમિકોના દર્દનાક મોત નિપજ્યા છે. શ્રમિકો તેમનું કામ પુરુ કરીને લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા. અહીં લિફ્ટ તુટી પડતા જ ભારે અફરા-તફરી સર્જાઈ હતી. અહીં રૂનવાલ નામની 40 માળની બિલ્ડિંગની લિફ્ટ જોરદાર અવાજ સાથે નીચે પડી હતી, જેના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે વહિવટીતંત્ર, પોલીસ અને રાહત બચાવ ટીમને જાણ કરતા તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત બચાવની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તુરંત નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનામાં 7 શ્રમિકોના દર્દનાક મોત નિપજ્યા છે. મૃતકોની ઓળખ 32 વર્ષીય મહેન્દ્ર ચૌપાલ, 21 વર્ષીય રૂપેશ કુમાર દાસ, 47 વર્ષીય હારૂન શેખ, 35 વર્ષીય મિથિલેશ, 38 વર્ષીય કરીદાસ અને 21 વર્ષીય સુનીલ કુમાર તરીકે થઈ છે. સાતમા મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here