પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે અમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રીસ જેટલા નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ કેમ્પમાં નિષ્ણાંત જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન, આંખના નિષ્ણાંત, ચામડીના રોગો, હાડકાના રોગો , કાન,નાક ગળાના રોગો, બાળ રોગોના, ફિઝીયોથેરાપિસ્ટ, સ્ત્રીરોગો, દાંતના રોગો, કેન્સરના રોગોના નામાંકિત સર્જન ડોકટરો દ્વારા શારીરિક તપાસ, દવાઓ, સારવાર અને નિદાન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત હાઈપર ટેન્શન, ડાયાબિટીસ,બ્લડપ્રેશર અને હ્રદય રોગ તથા ટી.બી.,દમ અને ફેકસાના રોગોના સહિતના રોગોની સારવાર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ કેમ્પનો જસદણ, વિંછીયા તાલુકાના 105 ગામમાંથી આશરે 2000થી વધુ લોકોએ લાભ લીધો હતો. તેમજ 22 પ્રકારની અલગ અલગ લેબ તપાસ કરાવાઈ હતી.
Read About Weather here
આ કેમ્પમાં જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ,જસદણ તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.કે. રામ, વિંછીયા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજા ખાંભલા સહિતના આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here