ભાવનગરનું બોરતળાવ ઓવરફ્લો

ભાવનગરનું બોરતળાવ ઓવરફ્લો
ભાવનગરનું બોરતળાવ ઓવરફ્લો
 ભાવનગર શહેરનું બોરતળાવ( ગૌરીશંકર સરોવર) ઓવરફ્લો થતા નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. ભાવનગર શહેર નવા બોરતળાવના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદને કારણે તેનું પાણી બોરતળાવમાં આવતા ગઇ રાત્રે બોરતળાવ 43 ફુટે ઓવરફલો થઇ ગયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં બોરતળાવ ચાર વખત છલકાયું છે. શેત્રુંજી ડેમ બાદ બોરતળાવ પણ છલકાતા ભાવનગર શહેર માટે પાણી પ્રશ્ર્ને નિંરાત થઈ ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here

ભાવનગરમાં મેઘરાજાએ મહેર વરસાવતા અગાઉ શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો અને બાકી રહ્યું હતું તો હવે સતત વરસાદ વરસતા બોર તળાવના કેચમેન્ટ વિસ્તારમાંથી પણ ભીકડા થઈ બોરતળાવમાં આવક શરૂ થઇ ગઇ હતી. ધસમસતી આવકને કારણે કોર્પોરેશન દ્વારા આગમચેતીના પગલા પણ શરૂ કરી દીધા હતા. અને રાત્રે બોરતળાવની છલક સપાટી 43 ફૂટને પણ પાણી પાર થઈ ગયું હતું. આમ બોર તળાવ ઓવરફ્લો થતાં ભાવનગર વાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here