ભાવનગર : જિલ્લા પંચાયતમાં નવમી કારોબારી સમિતિમાં તાલુકાદીઠ 1 સ્માર્ટ સ્કુલ બનાવવાનો ખર્ચ મંજૂર 

ભાવનગર : જિલ્લા પંચાયતમાં નવમી કારોબારી સમિતિમાં તાલુકાદીઠ 1 સ્માર્ટ સ્કુલ બનાવવાનો ખર્ચ મંજૂર 
ભાવનગર : જિલ્લા પંચાયતમાં નવમી કારોબારી સમિતિમાં તાલુકાદીઠ 1 સ્માર્ટ સ્કુલ બનાવવાનો ખર્ચ મંજૂર 
ભાવનગર જિલ્લા પંચાયતમાં નવમી કારોબારી સમિતિમાં આશરે ૧૭ ઠરાવને બહાલી અપાશે. જિલ્લા પંચાયતમાં દરેક તાલુકાદીઠ ૧ સ્માર્ટ સ્કુલ બનાવવાનો ખર્ચ મંજૂર કરાશે. આ ઉપરાંત જુદા જુદા પડતર કામની સમીક્ષા કરાશે. 

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લા પંચાયતના હોલ ખાતે નવમી કારોબારી સમિતિની બેઠક આગામી તા. ૪ સપ્ટેમ્બરને સોમવારે સવારે ૧૧.૩૦ કલાકે ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળશે. આ બેઠકમાં આશરે ૧૭ ઠરાવને મંજુરી અપાશે, જેમાં ગત તા. ૧૯ જુન-૨૦૨૩ની કારોબારી સમિતિની ખાસ બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઇ બહાલી આપવામાં આવશે. ગત તા. ૧૯ જુન-૨૦૨૩ની કારોબારી સમિતિની ખાસ બેઠકમાં થયેલ ઠરાવ અને લીધેલ નિર્ણયની અમલવારી નોંધને ધ્યાને લઇ બહાલી અપાશે. જિ.પં, હસ્તકની પ્રાથમિક શાળાનાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થી-શિક્ષકોને પ્રોત્સાહક સહાય તથા નિવૃત થતા શિક્ષકોનું સન્માન ખર્ચને મંજુરી અપાશે. જિ.પં. હસ્તકની પ્રાથમિક શાળાઓમાં યોગ-વ્યાયામ/સાંસ્કૃતિક શિબીર માટેનો ખર્ચને મંજુર કરાશે. અટલ બિહારી વાજપાઈ ભાવનગર જિ.પં સ્કોલરશીપ ખર્ચને મંજુરી અપાશે. જિ.પં. હસ્તકની પ્રાથમિક શાળાઓમાં લાઈબ્રેરી સુવિધા આપવાનો ખર્ચ મંજૂર કરાશે. 

જિ.પં. હસ્તકની પ્રાથમિક શાળાઓમાં દરેક તાલુકાદીઠ ૧ સ્માર્ટ સ્કુલ બનાવવાનો ખર્ચ મંજૂર કરાશે. જિ.પં. હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અનોખી શાળા અંતર્ગત સુવિધા પૂરી પાડવાનો ખર્ચ મંજુર કરાશે. અનધિકૃત નગરપાલિકા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં સુવિધા વધારવાનાં ખર્ચ મંજૂર કરાશે. જિલ્લા સામાજિક ન્યાય સમિતિ, જિ.પં. ભાવનગર દ્વારા મંજુર કરવામાં આવેલ કામોની મંજુરી અપાશે. ભાવનગર જિલ્લા પંચાયતના વર્ષ ૨૦૨૨-૨૩ના વાષક હિસાબો મંજુર કરવામાં આવશે. ભાવનગર જિલ્લાના ભાવનગર-જેસર તાલુકાના હાલના જર્જરીત આંગણવાડી કેન્દ્ર ૬ના બાંધકામ તોડવાની મંજુરી આપવા નિર્ણય કરાશે. વિવિધ કામગીરી કરાવવાના કામોનો ખર્ચ મંજુર કરાશે. 

Read About Weather here

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇની જન્મ જયંતિ નિમિતે સુશાસન સપ્તાહની ઉજવણી તા. ૨૫ ડિસેમ્બર-૨૦૨૧ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન કરવામાં આવેલ. જેમાં તા. ૩૧/૧૨/૨૦૨૧ના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને સમરસ થયેલ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક અનુદાનની રકમના ચેક વિતરણ કાર્યક્રમ અન્વયે થયેલ રીવાઇઝ ખર્ચ મંજુર કરાશે. આઉટસોર્સથી વાહન સુવિધા (હંકારનારની સેવા) મેળવવાનો રીવાઇઝ ખર્ચ મંજુર કરાશે. સિંચાઇ વિભાગ હસ્તકના કામના ટેન્ડરને વર્ક ઓર્ડર અપાશે. કેટલાક કામો કદાચ અધ્યક્ષ સ્થાનેથી મંજુર કરાશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here