ભાવનગર જતી પેસેન્જર ટ્રેન પસાર થતાં 4 માસનું સિંહબાળ અડફેટે આવી જતા મોત : 10 દિવસમાં બીજી કરૂણ ઘટના

ભાવનગર જતી પેસેન્જર ટ્રેન પસાર થતાં 4 માસનું સિંહબાળ અડફેટે આવી જતા મોત : 10 દિવસમાં બીજી કરૂણ ઘટના
ભાવનગર જતી પેસેન્જર ટ્રેન પસાર થતાં 4 માસનું સિંહબાળ અડફેટે આવી જતા મોત : 10 દિવસમાં બીજી કરૂણ ઘટના
મહુવાથી ભાવનગર જતી પેસેન્જર ટ્રેન પસાર થતાં 4 માસનું એક સિંહબાળ અડફેટે આવી જતા મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ધારી ગીર પૂર્વના ઉઈઋ રાજદીપ સિંહ ઝાલા તેમજ પ્રતાપ ચાંદુ તેમજ ફોરેસ્ટર યાસીન જુનેજા સહિત સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. તેમજ પેસેન્જર ટ્રેનની સ્પીડ કેટલી હતી. સહિતની તપાસ હાથ ધરી હતી. સાવરકુંડલાથી રાજુલા સુધીમાં ટ્રેન અડફેટે 25થી વધારે ગંભીર દુર્ઘટનાઓ ઘટી હોવાનું તેજ માલગાડી ટ્રેનની સ્પીડ ઘટે તો જ સિંહો બચી શકે તેવું સિંહ પ્રેમીઓ પાસે જાણવા મળ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

 સાવરકુંડલા રેન્જનાં બોરાળા ફાટક નજીક ફરી બાળસિંહનું પેસેન્જર ટ્રેન નીચે આવી જવાથી મોત થયું છે. 10 દિવસ પહેલા ર સિંહોનાં મોત થયા બાદ વધુ એક બાળસિંહ મોતને ભેટયું. સાવરકુંડલા રેન્જનાં બોરાળા ફાટક નજીક સિંહબાળ કપાયાની ઘટના બની છે. બોરાળા ફાટક નજીક સિંહબાળ પેસેન્જર ટ્રેન હડફેટે આવતા સિંહબાળ કપાયું ઘટનાસ્થળે મોત થયું છે3 થી 4 માસનું સિંહબાળ ટ્રેક ઉપર અકસ્માતે મોત થતાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં સિંહ પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે.

હાલ વનવિભાગ દ્વારા સિંહબાળનો મૃતદેહ કબ્જે લીધો. 10 દિવસ પહેલા રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર સિંહોનો ગુડસ ટ્રેન હડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો. આજે વધુ એક બીજી ઘટના સામે આવી છેએશિયાટિક ડાલા મથા સાવજો માટે અમરેલી જીલ્લાનો રેલવે ટ્રેક કાળમુખો બની રહ્યો છે. બોરાળા ગામ નજીક 50 નંબરના રેલ્વે ટ્રેક પરથી એક સિંહણ અને 3 સિંહબાળ રેલ્વે ટ્રેક ક્રોસિંગ કરી રહ્યા હતા.

Read About Weather here

 ત્યારે પેસેન્જર ટ્રેન અડફેટે 4 માસનું સિંહ બાળ આવી જતાં મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા ધારી ગીર પૂર્વના ડીસીએફ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજુલાના ઊંચેયા ગામે દસ દિવસ પહેલાં જ બે નર સિંહનાં ગુડ્સ ટ્રેન નીચે કપાઈ જવાથી મોત નીપજ્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here