ભાવનગરના લોલિયા ગામમાં 8 વર્ષના બાળકને શ્વાન કરડતા ટૂંકી સારવાર બાદ હડકવા ઉપડતા થયું મૃત્યુ

ભાવનગરના લોલિયા ગામમાં 8 વર્ષના બાળકને શ્વાન કરડતા ટૂંકી સારવાર બાદ હડકવા ઉપડતા થયું મૃત્યુ
ભાવનગરના લોલિયા ગામમાં 8 વર્ષના બાળકને શ્વાન કરડતા ટૂંકી સારવાર બાદ હડકવા ઉપડતા થયું મૃત્યુ
ગુજરાત (Gujarat)માં રખડતા ઢોર અને રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં રખડતા શ્વાને 8 વર્ષના બાળકનો જીવ લીધો છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. 

Visit Saurashtra Kranti Homepage here

ભાવનગરના લોલિયા ગામે રહેતા શ્રમિક પરિવારના મુકેશ નીરદાસભાઈ મોરી નામના 8 વર્ષના બાળકને 2 માસ અગાઉ શ્વાન કરડ્યું હતું. જે બાદ મુકેશને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો નહોતો. સાથે જ તેને એન્ટી રેબિક રસી પણ અપાવવામાં આવી નહોતી.અમદાવાદના વેટરનરી સર્જન ડો. કિશોર ટ્રાન્સડિયાએ જણાવ્યું કે હડકવા ખૂબ જ ગંભીર રોગ છે. તેના પ્રિવેન્શન માટે જ કૂતરૂ કરડ્યા બાદ એન્ટી રેબિઝ ઇન્જેક્શન લેવાના હોય છે. જો તકેદારી નહીં લેવાય અને જો એકવાર હડકવા થાય તો પછી સારવાર શક્ય નથી. હડકવા વાઈરસ મગજમાં કેન્દ્રીય ચેતાતંત્રને ચેપ લગાડે છે અને મગજને અસર પહોંચાડે છે. એટલે કૂતરું કરડી જાય તો તાત્કાલિક હડકવાવિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી છે. આ રસી તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં સરળતાથી મળી રહે છે.  બે માસ બાદ મુકેશને હડકવા ઉપડતા માતા-પિતા તેને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મુકેશનું મૃત્યુ નિપજ્યું છે. કૂતરું કરડ્યા બાદ રસી ન આપવવાને કારણે બાળકને હડકવા ઉપડ્યો હતો. પરિવારની બેદરકારીના લીધે બાળકે જીવ ગુમાવ્યો છે. 

Read About Weather here

વેટરનરી તબીબ જણાવે છે કે, જો કોઈને કુતરુ કરડે છે, તો સૌથી પહેલા નળમાં પાણી ચાલુ કરો અને જ્યાં કૂતરુ કરડ્યું હોય તે જગ્યાને પાણીથી ધોઈ નાખો. તેનાથી લોહી બંધ થશે. કૂતરું કરડ્યા બાદ જે વાયરસ શરીરમાં પ્રવેશે છે તે પાણીને કારણે બહાર આવશે.થોડીવાર પછી એ જગ્યાને સાબુ અને પાણીથી ધોઈ લો. લોહીને બહાર આવવા દો. આવું 15-20 મિનિટ કરો. સ્વચ્છ કપડાથી સાફ કરો અને કોઈપણ પ્રકારનું ક્રીમ ન લગાવો. જે બાદ નજીકના ડૉક્ટર અથવા આરોગ્ય કેન્દ્રની સીધી મુલાકાત લો. કૂતરું કરાડ્યા બાદ રસી લેવી ખૂબ જ જરૂરી છે.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here