ભાવનગરના મણારના ૫ વર્ષના લાપતા બાળકના શરીરના અવયવો મળ્યા:પશુઓએ ફાડી ખાધાની શંકા

ભાવનગરના મણારના ૫ વર્ષના લાપતા બાળકના શરીરના અવયવો મળ્યા:પશુઓએ ફાડી ખાધાની શંકા
ભાવનગરના મણારના ૫ વર્ષના લાપતા બાળકના શરીરના અવયવો મળ્યા:પશુઓએ ફાડી ખાધાની શંકા
તળાજા તાલુકાના અલંગ નજીક આવેલ મણાર ગામના લાપત્તા થયેલ બાળકના શરીરના અવયવો મળી આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે આઘાત છવાયો હતો. બાળક પાણીના મોટા ખાડામાં ડૂબ્યા બાદ પશુઓએ ફાડી ખાધાની શંકા પોલીસ પ્રાથમિક તારણમાં વ્યક્ત કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ચકચાર મકચવતા બનાવ અંગે ની મળતી વિગતો મુજબ મૂળ મહુવા પંથકના જાગધાર ગામના વતની મનસુખ નારણભાઇ મકવાણા હાલ મણાર ગામે ગોરધનભાઈ લવજીભાઈની વાડીમાં ભાગ રાખીને ખેત મજૂરી કરે છે અને પરિવાર સાથે અહી જ રહે છે. તેમને સંતાનમાં બે દીકરા મોટો અમિત અને નાનો જય છે. ગઈકાલે સવારે ૯ કલાકે નાનો દીકરો જય (ઉ.વ.૫) અહીંની પ્રાથમિક શાળામાં મોટાભાઈ સાથે એડમિશન મળ્યું ન હોવા છતાંય દફતર લઈને સ્કુલ વાડીએથી જવા નીકળેલ હતો.એ સમયે પિતરાઈ બહેન ભૂમિ (ઉ.વ.૯) સાથે હતી. સાંજે પરિવાર દ્વારા જાણ કરવામાં આવી કે સ્કુલ ગયેલા અમિત અને ભૂમિ આવી ગયા છે. પરંતુ નાના દીકરા જયનો કોઈ પત્તો નથી. જેને લઈ અલંગ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણ નો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. 

દરમિયાનમાં, આજ વહેલી સવારથી તળાજા ફાયર બ્રિગેડની ટિમ અને સેવાભાવી લોકો દ્વારા શોધખોળ શરુ કરવામાં આવેલ હતી. જેમાં બપોરના આશરે ત્રણેક વાગ્યા બાદ બાળક જયના શરીરના એક પછી એક અવયવો મળવા લાગ્યા હતા. આશરે બસો મીટર ના વિસ્તારમાંથી અલગ અલગ અવયવો મળી આવ્યા હતા. જેમાં હાથ,માથાનો ભાગ,પગ અને વોનો સમાવેશ થાય છે. જેને લઇ પ્રાથમિક દ્રષ્ટિએ અહીંના લોકોમાં બાળકની જઘન્ય હત્યા કરવાની વાત ફેલાવા લાગી હતી. જોકે, પી.એસ.આઈ. એચ.એસ.તિવારી અને તેની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસમાં બાળકનો હાથનો પંજો જે મળ્યો છે તે પાણીમાં કોહવાઈ ગયેલો અને માથાનો ભાગ કોઈ જનાવર ખાઈ ગયેલ હોય તેવું જણાયું હતું. બાળક ડૂબ્યા બાદ ફૂલીને બહાર આવ્યુ હોય અને બાદમાં પશુ દ્વારા ફાડી ખાવામાં આવ્યાનું અનુમાન લગાવાઈ રહયું છે.

Read Saurashtra Kranti E-Paper here

ઘટનાના પગલે ડોગ સ્કવોડ, એફ.એસ.એલ. સહિતની ટીમો દ્વારા પણ મૃત્યુ ક્યાં અને કઈ રીતે થયું તેમજ બાળકના શરીરના અવશેષો અલગ અલગ દિશા સ્થળે કઇ રીતે પહોંચ્યા તે સહિતની તપાસ હાથ ધરી છે. બાળકના મળેલા અવશેષોને લઈ પોલિસ ફોરેન્સિક લેબ.માં પી.એમ.માટે કરાવશે.રસ્તામાં મોટાભાઈની સાથે ઝઘડો થતા જય એકલો આવ્યોમોટાભાઈ અને બહેન સાથે સ્કુલે દફતર લઈ ને પાંચ વર્ષનો જય જતો હતો.પરંતુ રસ્તામાં નાનાભાઈ જયને મોટાભાઈ અમિત (ઉ.વ.૭) સાથે ઝઘડો થતા તે રસ્તામાંથી એકલો જ પરત ફર્યો હતો. બાદમાં શું બન્યું જે જયના મૃત્યુના બનાવ સુધી દોરી ગયું ? આ સમગ્ર બનાવથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે આઘાત છવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here