ભારત-પાક મેચની ૨૦૦૦ની ટિકિટનો બ્‍લેકમાં ૨૦થી ૨૫ હજાર ભાવ

ભારત-પાક મેચની ૨૦૦૦ની ટિકિટનો બ્‍લેકમાં ૨૦થી ૨૫ હજાર ભાવ
ભારત-પાક મેચની ૨૦૦૦ની ટિકિટનો બ્‍લેકમાં ૨૦થી ૨૫ હજાર ભાવ
ભારત-પાકિસ્‍તાનની હાઈ વોલ્‍ટેજ મેચને નિહાળવા માટે અનોખો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. ગણતરીના દિવસો બાકી હોવા છતાંય હજુ પણ કેટલાક લોકો ટિકિટથી વંચિત રહી ગયેલા લોકો હજુ પણ મરણિયા પ્રયાસો કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જેનો ફાયદો કેટલાક લોકો સોશિયલ મીડિયાના વિવિધ પ્‍લેટફોર્મ પર પેજ બનાવી, ગ્રૂપ બનાવીને ટિકિટની કાળાબજારી કરતાં જોવા મળી રહ્યા છે. આ સાથે કેટલાક લોકો દ્વારા બુકિંગ કરાયેલી ટિકિટો પર વધુ નફો મળતો હોવાને પગલે મેચ જોવા કરતાં વેચવામાં વધારે રસ દાખવી રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યુ છે. આમ ચાર-પાંચ ટિકિટ ખરીદનારા ક્રિકેટરસિયાઓ રાતોરાત લખપતિ બની ગયા તેવી ચર્ચાએ જોર પકડયું છે. આ વચ્‍ચે કેટલાક ઠગ લોકો બેફામ બન્‍યા છે. આ ઠગોએ સોશિયલ મીડિયા પર પેજ બનાવી ટિકિટ વેચી રહ્યા હોવાનું પણ જાણવા મળ્‍યું છે. બિન્‍ધાસ્‍ત રીતે નકલી ટિકિટોના પેજ બન્‍યા છતાં સાઇબર ક્રાઇમ આવા ઠગ લોકોને પકડવામાં ઠાગાઠૈયા કરી રહી છે.અમદાવાદ ખાતે ૧૪મી ઓક્‍ટોબરે રમાનારી હાઈ-વોલ્‍ટેજ ભારત-પાકિસ્‍તાનની મેચ જોવા દેશ નહીં પરંતુ દુનિયાભરમાંથી લોકો આવશે. જેના કારણે શહેરમાં હોટેલોનો ભાવ ઊંચકાઈ ગયા છે.

Read National News : Click Here

સાથેસાથે આ મેચની ટિકિટ લેવા અનેક ક્રિકેટ રસિયાઓ મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. રવિવારે ટિકિટોના સ્‍લોટ ખૂલ્‍યા પરંતુ ટિકિટ મેળવી ન શકનાર લોકો કોઈ પણ ભાવે આ ટિકિટ લેવા તૈયાર થઈ ગયા છે. આ મોકાનો કેટલાક લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, બે હજારની ટિકિટ ૨૦થી ૨૫ હજારમાં વેચવા લાગ્‍યા છે. કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર પેજ બનાવીને વેચાણ કરી રહ્યા છે. તો કેટલાક ટિકીટના નામે છેતરપિંડી પણ કરવા પેજ બનાવ્‍યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. ઓનલાઈન ટિકિટ લેતા પહેલા ચેક કરી લેવું કારણ કે, ડુપ્‍લિકેટ ટિકિટ લોકો આસાનીથી વેચી રહ્યા છે. આમ રૂપિયા ખર્ચ્‍યા બાદ પણ મેચથી વંચિત રહેવાનો વારો આવી શકે છે. આ વચ્‍ચે સાઈબર પોલીસે પણ સોશિયલ મીડિયા પર ફેક ટિકિટને લઈને ‘ક્રિકેટની ચાહત, જો જો ન બની જાય આફત’! સાથે સાવધાન રહેવાના પોસ્‍ટરો પોસ્‍ટ કરી વહેતા કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here