ભારતની સૌથી મોટી ઈન્કમટેકસ રેડ : રૂા.163 કરોડ રોકડા,100 કિલો સોનુ મળ્યા

ભારતની સૌથી મોટી ઈન્કમટેકસ રેડ : રૂા.163 કરોડ રોકડા,100 કિલો સોનુ મળ્યા
ભારતની સૌથી મોટી ઈન્કમટેકસ રેડ : રૂા.163 કરોડ રોકડા,100 કિલો સોનુ મળ્યા
તામીલનાડુનાં વિરૂદુનગરમાં 20 રહેતા નાગરાજનના પિતા બકરી લે-વેચ કરીને ગુજરાત ચલાવતા હતા ત્યારબાદ સરકારી કોન્ટ્રાકટર બન્યા હતા. પુત્ર નાગરાજને એન્જીનીયર બનીને પિતાનાં કારોબારને વિસ્તારવાનું શરૂ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમ્યાન સ્થાનિક માફીયા અને રાજકીય નેતાઓ સાથે સંબંધો વિકસાવ્યા હતા અને મોટા સરકારી કોન્ટ્રાકટ મળવા લાગ્યા હતા અને ત્રણ મોટી કંપનીઓ સ્થાપી હતી. કરોડોના ટેન્ડર મળવા લાગ્યા હતા તેને પગલે રાજકીય વિવાદ સાથે ભ્રષ્ટાચાર વિરોધી વિભાગમાં ફરીયાદ થઈ હતી. નસીબનો ખેલ ગમે ત્યારે રાજાને રંક અને રંકને રાજા બનાવી નાખતો હોય છે આવા જ એક કિસ્સામાં બકરી લે-વેચનો ધંધો કરતા તથા પશુપાલન કરનારાના પુત્ર નાગરાજન સેખાદુરઈ પર ઈન્કમટેકસે દરોડો પાડતા 163 કરોડ રૂપિયાની રોકડ તથા 100 કિલો સોનુ મળી આવ્યુ હતું. દેશના ઈતિહાસની આ સૌથી મોટી રેડ ગણવામાં આવે છે. બેસુમાર માત્રામાં રોકડ તથા સોનુ જોઈને આવકવેરા અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ભ્રષ્ટાચારની ફરીયાદને પગલે આવકવેરા વિભાગે દરોડા ઓપરેશન હાથ ધર્યુ હતું.

Read About Weather here

આ વખતે નાગરાજનનાં નિવાસેથી માત્ર 24 લાખની રોકડ જ મળી હતી. પરંતુ અન્ય 10 સ્થળોએ દલ્લો રાખતા હોવાની બાતમીનાં આધારે તપાસ લંબાવાતા કરોડો રૂપિયા મળ્યા હતા. નાગરાજનનાં સાથીદારો તથા કર્મચારીઓનાં નિવાસે તપાસ દરમ્યાન કુલ 163 કરોડની રોકડ તથા 100 કિલો સોનુ મળી આવ્યું હતું. અનેક કોમ્પ્યુટર હાર્ડડીસ્ક, દસ્તાવેજો સહીત અબજો રૂપિયાનાં વ્યવહારો દર્શાવતાં સાહીખને જપ્ત કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here