ભારતની દીકરીઓએ રચ્યો ઈતિહાસ : ફાઈનલમાં શ્રીલંકાને 19 રને હરાવીની જીત્યો ગોલ્ડ મેડલ

ભારતની દીકરીઓએ રચ્યો ઈતિહાસ : ફાઈનલમાં શ્રીલંકાને 19 રને હરાવીની જીત્યો ગોલ્ડ મેડલ
ભારતની દીકરીઓએ રચ્યો ઈતિહાસ : ફાઈનલમાં શ્રીલંકાને 19 રને હરાવીની જીત્યો ગોલ્ડ મેડલ
ભારતની દીકરીઓ એશિયન ગેમ્સમાં ચળકી રહી છે. ભારતને આજે બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. ચીનના હેંગઝોઉના પિંગફેંગ કેમ્પસ સ્ટેડિયમમાં રમાયેલી એશિયન ગેમ્સની મેચની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતે શ્રીલંકાને 19 રને હરાવીને એશિયન ગેમ્સની ક્રિકેટમાં ગોલ્ડ જીત્યો છે. ભારતીય દીકરીઓની આ ઐતિહાસિક સિદ્ધિ છે. ભારત અને શ્રીલંકા ટકરાયા હતા. પહેલા બેટિંગ કરીને હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ભારતીય ટીમે 116 રન કર્યાં હતા. ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહતી. શફાલી વર્મા 9 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. આ પછી સ્મૃતિ મંધાના અને જેમીમા રોડ્રિગ્સે ઈનિંગને સંભાળી હતી અને બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. મંધાનાના રૂપમાં 89ના સ્કોર પર ભારતને બીજો ઝટકો લાગ્યો હતો, જે 46 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. મંધાનાના આઉટ થયા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો, રિચા ઘોષ 9, કેપ્ટન હરમનપ્રીત કૌર 2 અને પૂજા વસ્ત્રાકર 2 રને અંગત સ્કોર પર ધડાધડ આઉટ થયા હતા.  સામા છેડે બેટિંગ કરી રહેલી જેમિમા પણ આખરી ઓવરમાં મોટો શોટ ફટકારવાના પ્રયાસમાં 42 રનના અંગત સ્કોરે વિકેટ ગુમાવીને પેવેલિયન પરત ફરી હતી.

શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી

આ મેચમાં 117 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલી વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી હતી, જેના કારણે તેણે પ્રથમ પ્રયાસમાં જ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત નબળી રહી હતી અને તેણે 14 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણ વિકેટ ઝડપી બોલર ટીટાસ સાધુએ લીધી હતી. ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ હસીની પરેરાએ કેટલાક આક્રમક શોટ્સ ફટકારતાં શ્રીલંકાને 50 રનના સ્કોર સુધી પહોંચાડયું હતુ. રાજેશ્વરી ગાયકવાડે પરેરાની ઝંઝાવાતી ઈનિંગનો અંત આણ્યો. પરેરાએ 22 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. પરેરાના આઉટ થયા બાદ નીલાક્ષી ડી સિલ્વા અને ઓશ્તી રાણાસિંઘેએ 28 રનની ભાગીદારી કરતાં ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો. પરેરા બાદ દીપ્તિ શર્માએ પણ ઓશાદીને આઉટ કરી હતી, જે પછી ભારતનું કામ આસાન બની ગયું હતુ. ભારત માટે તિતસ સાધુએ છ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડને બે વિકેટ મળી હતી, જ્યારે દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી.

Read Saurashtra Kranti E-Paper here

ભારત પાસે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ

ઉલ્લેખનીય છે કે, મેચમાં ટોસ જીત્યા બાદ ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે શરૂઆતમાં જ શેફાલી વર્માની વિકેટ ગુમાવી હતી, જો કે બાદમાં સ્મૃતિ મંધાનાએ એક છેડેથી ઇનિંગ્સને કાબૂમાં રાખી અને 45 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાની જેમિમાહ રોડ્રિગ્સે પણ સારી ભૂમિકા ભજવી હતી. તેણે 42 રન બનાવ્યા જેના કારણે ભારતીય ટીમ 116 રન બનાવી શકી. આનો પીછો કરતી વખતે શ્રીલંકાની ટીમ તેને બનાવવામાં સફળ રહી હતી. 116 રનનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. ટીમ વતી હસિની પરેરાએ 25 રનની ઈનિંગ રમી હતી, જો કે, તેના સિવાય અન્ય કોઈ પણ એવું કરી શક્યું ન હતું. ભારત માટે સંધુએ 3 વિકેટ ઝડપીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ પહેલા ભારતે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીતવાના કારણે ભારત મેડલ ટેલીમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. ભારત પાસે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ છે.

પાકિસ્તાન બાંગ્લાદેશ સામે હારી ગયું

આજે બાંગ્લાદેશ સાથે રમાયેલી મેચમાં પાકિસ્તાનને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો અને બ્રોન્ઝ મેડલ જીતવાની તક પણ જતી રહી હતી. આટલું જ નહીં, સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ પાકિસ્તાની ટીમ એક પણ મેચ જીતી શકી ન હતી અને મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. ટોસ જીત્યા બાદ બાંગ્લાદેશે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરિણામે પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમે ખૂબ જ નિરાશાજનક બેટિંગ કરી હતી. આખી ટીમ 20 ઓવરમાં 64/9 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન તરફથી આલિયા રિયાઝે 17(18) રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. કુલ માત્ર 4 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા. 65 રનના આસાન ટાર્ગેટનો પીછો કરવા આવેલી બાંગ્લાદેશની ટીમે 18.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 65 રન બનાવ્યા હતા અને 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચ બ્રોન્ઝ મેડલ માટે રમાઈ હતી. પરિણામે બાંગ્લાદેશે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here