ભાયાવદરમાં 8 વર્ષ પહેલાં જે શહેર સીસીટીવી કેમેરા શોભતું એ તમામ અત્યારે બંધ હાલતમાં શોપીસ !

ભાયાવદરમાં 8 વર્ષ પહેલાં જે શહેર સીસીટીવી કેમેરા શોભતું એ તમામ અત્યારે બંધ હાલતમાં શોપીસ !
ભાયાવદરમાં 8 વર્ષ પહેલાં જે શહેર સીસીટીવી કેમેરા શોભતું એ તમામ અત્યારે બંધ હાલતમાં શોપીસ !
ભાયાવદર અને જોવાની ખૂબી પણ એ છે કે 8 વર્ષ પહેલાં જે કેમેરાથી શહેર શોભતું એ તમામ અત્યારે બંધ હાલતમાં શો પીસ બનીને લટકી રહ્યા છે સૌરાષ્ટ્રમાં સૌથી રાજકોટ જિલ્લાના શહેરોમાં જે શહેરમાં સૌથી પહેલાં સીસીટીવી કેમેરા મૂકાયા હોય તો એ શહેર છે.

Visit Saurashtra Kranti Homepage here

આથી લોકોમાં ચર્ચા થવા લાગી છે કે કેમેરા ચાલુ જ ન હોય તો તેનો મતલબ શો ?ગુનાખોરીને અટકાવવા અને અમુક ગેરકાનૂની પ્રવૃત્તિને ઉગતી જ ડામવા માટેના અમોઘ શસ્ત્ર સમાન આ કેમેરા ચાલુ નથી એ જો ગુનેગારોને ખ્યાલ આવે તો નિયમ ભંગ કરવાનું મોકળું મેદાન મળી જ જાય ને તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.ત્યારે પાલિકા તંત્ર આ કેમેરા રીપેર કરવાનો વિચાર કે તે સમયની માગ છે.ભાયાવદર શહેર આજથી આઠ વર્ષ પહેલાં સીસીટીવી કેમેરાથી સજ્જ બની ગયું હતું અને આખા રાજકોટ જિલ્લાના કોઈ પણ તાલુકાના ગામડાઓમાં જ્યારે સીસીટીવી કેમેરા લાગેલા ન હતા ત્યારે આ 25 હજારની વસ્તી ધરાવતા ભાયાવદર શહેરમાં પ્રથમ વારમાજ તંત્ર દ્વારા 72 નંગ સીસીટીવી કેમેરા લગાવીને શહેરના તમામ વિસ્તારને આ તીસરી આંખમાં આવરી લીધા હતા, જો કે શહેરીજનો માટે આ સુખ લાંબુ ટક્યું નથી અને હાલની તકે આ તમામ સીસીટીવી કેમેરા ઘણા મહિનાઓથી સંપૂર્ણ રીતે બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન લટકી રહ્યા છે. તેથી શહેરના લોકોની માંગણી છે કે આ તમામ સીસીટીવી કેમેરા તંત્ર દ્વારા ફરીથી વહેલાસર ચાલુ કરવામાં આવે.

Read About Weather here

ભાયાવદર, ઉપલેટા સહિત ત્રણ શહેરના ચીફ ઓફિસર અને વહીવટદારની જવાબદારી એક સાથે નિભાવતા આર.સી.દવેએ જણાવ્યું હતું કે મારા પર એકસાથે ત્રણ શહેરની પાલિકાની જવાબદારી છે. આથી હું આમેય ક્યાંય સમયસર પહોંચી શકતો નથી. પાલિકામાં પણ અત્યંત જરૂરી હોય તે જ ખર્ચ કરવા પડે તેવી સ્થિતિ છે, કેમકે બધો જ ખર્ચ સ્વભંડોળમાંથી કરવો પડી રહ્યો છે. અધુરામાં પુરું પાલિકાનું 21 લાખનું વીજ બીલ પણ ચડત છે. આ કેમેરા રીપેરિંગ અને મેઇન્ટેનન્સનો ખર્ચ કેમ કરીને કાઢવો!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here