ભાન્ડુ વેક્ટર પેટ્રોલ પંપ પર ટેન્કર ચાલક પર લોખંડની પાઇપથી હુમલો

ભાન્ડુ વેક્ટર પેટ્રોલ પંપ પર ટેન્કર ચાલક પર લોખંડની પાઇપથી હુમલો
ભાન્ડુ વેક્ટર પેટ્રોલ પંપ પર ટેન્કર ચાલક પર લોખંડની પાઇપથી હુમલો
વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે વેક્ટર પેટ્રોલ પંપ પર ડીઝલ ખાલી કરવા આવેલા ટેન્કર ચાલકને ‘અમારી ઉપર ગાડી કેમ આવવા દે છે’ કહી અપશબ્દો બોલી ધોકા વડે તેમજ લાફામારી લોખંડની પાઇપ વડે માથામાં હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેથી આ બનાવ અંગે પેટ્રોલ પંપના મેનેજર સહિત ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વડગામ તાલુકાના ધારીવાડા ખેતરમાં રહેતા અજયસિંહ નટુજી જાદવ સિદ્ધપુરની જય રણછોડ ટ્રાન્સપોર્ટમાં પેટ્રોલ ડીઝલના ટેન્કર ચલાવી ગુજરાન ચલાવે છે. જેઓ ગત 26 જુલાઈના રોજ જય રણછોડ ટ્રાન્સપોર્ટની ગાડીમાં સિદ્ધપુરના ભારત પેટ્રોલિયમ ડેપોમાંથી ડીઝલ ભરી કંડકટર ઠાકોર મહેશજી આભુજી સાથે ભાન્ડુ ગામે હાઇવે રોડ પર આવેલા વેક્ટર પેટ્રોલ પંપ પર ડીઝલ ખાલી કરવા ગયા હતા. જ્યાં ડીઝલ ખાલી કરી થોડું ડીઝલ રહી જતા પેટ્રોલ પંપના મેનેજર મોદી વિનોદભાઈ જયંતિભાઈએ ગાડી આગળ પાછળ તેમજ આંટા મારવાનું કહેતા હતા.

અજયસિંહ ટેન્કર આગળ પાછળ કરતા હતા. તે દરમિયાન મેનેજર મોદી વિનોદભાઈ ગાડીની ડ્રાઈવર સાઈડ આવી ‘તું ગાડી કેમ મારા પર આવવા દે છે’ કહી ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ગાડી પર ધોકા મારવા લાગ્યા હતા. અજયસિંહ ગાડીમાંથી નીચે ઉતરતા પેટ્રોલ પંપના બીજા ત્રણ માણસો આવી ધોકો લઈ આવી ગડદાપાટુંનો માર મારવા લાગ્યા હતા.

Read About Weather here

વિનોદભાઈ એ હાથમાં લોખંડની પાઇપ લઈ આવી અજયસિંહ માથાના ભાગે મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓ પહોંચતા અજયસિંહ ને સારવાર અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે અજયસિંહ જાદવે વિસનગર તાલુકા પોલીસ મથકમાં મોદી વિનોદભાઈ જયંતિભાઈ સહિત અન્ય ત્રણ અજાણ્યા પેટ્રોલ પંપના શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાંસા ગામ કાળકા માતાની ખડકીમાં રહેતા ધમેન્દ્રકુમાર યોગેશકુમાર મેવાડા તેમની ઇકો ગાડી કાળકા માતાજીની ખડકીના ચોકમાં મૂકતા હતા. જેમને ઓપરેશન કરાવેલ હોવાથી ગાડીનો ઓછો ઉપયોગ કરતા હતા. ગત 25 જુલાઈના રોજ ગાડી ચાલુ કરવા જતાં ગાડીનો અવાજ એકદમ બદલાઈ જતા નીચે ઉતરી તપાસ કરતા ગાડીનુ સાયલેન્સર જોવા ન મળતાં ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આજુબાજુ શોધખોળ બાદ પણ મળી ન આવતા સાયલેન્સરની ચોરી થતા આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here