ભગીરથ સોસાયટીમાં ઘરના ભોંયરામાં છુપાવેલા ૧ લાખનો દારૂ એલસીબી ઝોન-૧ ટીમે પકડયો

ભગીરથ સોસાયટીમાં ઘરના ભોંયરામાં છુપાવેલા ૧ લાખનો દારૂ એલસીબી ઝોન-૧ ટીમે પકડયો
ભગીરથ સોસાયટીમાં ઘરના ભોંયરામાં છુપાવેલા ૧ લાખનો દારૂ એલસીબી ઝોન-૧ ટીમે પકડયો
એકત્રીસમી ડિસેમ્‍બર અંતર્ગત દારૂની પ્રવળત્તિ સદંતર અટકાવવા કેસ શોધી કાઢવા ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં એલસીબી ઝોન -૧ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્‍યારે કોન્‍સ. રવીરાજભાઇ પટગીર તથા સત્‍યજીતસિંહ જાડેજાની સંયુક્‍ત બાતમી આધારે ભગીરથ સોસાયટી શેરી નં-૭ સંતકબીર રોડ પરના દિલીપ કરસનદાસ ચંદારાણાના રહેણાંક મકાનમાં દરોડો પાડી ૧,૦૨,૩૦૦નો અલગ અલગ બ્રાંન્‍ડનો વિદેશી દારૂ કબ્‍જે કરાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ દારૂ ઘરમાં બનાવાયેલા ભોંયરામાં છુપાવી રખાયો હતો. દિલીપ ચંદારાણા અને તેનો પુત્ર પ્રતિક ચંદારાણા ઘરે હાજર મળ્‍યા ન હોઇ ગુનો નોંધી શોધખોળ કરવામાં આવી રહી છે. આ બંને અગાઉ પણ દારૂના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યા છે. પોલીસ કમીશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધિ ચૌધરી તથા ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમારની સુચના અંતર્ગત આ કામગીરી પીએઅસાઇ બી.વી.બોરીસાગર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા તથા કોન્‍સ સત્‍યજીતસિંહ જાડેજા તથા રવીરાજભાઇ પટગીર સહિતની ટીમે કરી હતી.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here