બોર્ડની પરીક્ષા માટે આજથી શિક્ષકોના રજિસ્ટ્રેશનનો પ્રારંભ

બોર્ડની પરીક્ષા માટે આજથી શિક્ષકોના રજિસ્ટ્રેશનનો પ્રારંભ
બોર્ડની પરીક્ષા માટે આજથી શિક્ષકોના રજિસ્ટ્રેશનનો પ્રારંભ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવાનારી ધો.10 અને 12ની પરીક્ષા માટેની તૈયારીઓ ધમધમાટ શરૂ થઇ ગયો છે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે તે પહેલા સ્કૂલ અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની કાર્યવાહી ફરજિયાત પણે કરવામાં આવતી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

શિક્ષક રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. શિક્ષકોના રજિસ્ટ્રેશનના આધારે ઉત્તરવહી મૂલ્યાંકન સહિતની કામગીરી સોંપવામાં આવતી હોવાથી આ માહિતી દરવર્ષે પરીક્ષા પહેલા અપડેટ કરવામાં આવતી હોય છે.શિક્ષકોના રજિસ્ટ્રેશનના આધારે ઉત્તરવહી મૂલ્યાંકન સહિતની કામગીરી સોંપવામાં આવે છે: આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા સહિતની કાર્યવાહી હાથ પર લેવાશેઆ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા સહિતની કાર્યવાહી હાથ પર લેવાશે.શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવામાં આવનારી ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષાઓ માટે આવેદનપત્રો ભરવાની કાર્યવાહી આગામી દિવસોમાં શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Read National News : Click Here

જેથી આવેદનપત્રો ભરવાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા સ્કૂલ રજિસ્ટ્રેશન અને પરીક્ષણ કાર્ય માટે શિક્ષકોના રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરવાની ફરજિયાત હોવાથી બોર્ડ દ્વારા તે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્કૂલ રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહીનો શુક્રવારથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.જ્યારે શિક્ષકોના રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહનો શનિવારથી પ્રારંભ કરવામાં આવશે. આ માટે શાળાઓએ ઓનલાઈન સ્કૂલ અને શિક્ષકોની વિગતો અપલોડ કરવાની રહેશે. શિક્ષકોના રજિસ્ટ્રેશનની કાર્યવાહીના આધારે શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકન સહિતની કામગીરી માટેના ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવતા હોય છે. અગાઉ ઘણી શાળાઓ છેલ્લી ઘડીએ શિક્ષકોને મૂલ્યાંકન કાર્ય માટે મોકલતી ન હોવાનું ધ્યાને આવ્યા બાદ હવે બોર્ડ દ્વારા પહેલાથી જ શિક્ષકોની વિગતો એકત્ર કરી રાખે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here