બેરોજગારીનાં મારથી વર્ષે 26 હજારથી વધુ યુવાનો હતાશાથી ટુંકાવે છે જીંદગી

બેરોજગારીનાં મારથી વર્ષે 26 હજારથી વધુ યુવાનો હતાશાથી ટુંકાવે છે જીંદગી
બેરોજગારીનાં મારથી વર્ષે 26 હજારથી વધુ યુવાનો હતાશાથી ટુંકાવે છે જીંદગી
દેશમાં છેલ્લા કેટલાંક સમયથી આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. તેમાંય ચોંકાવનારી બાબત એ છે કે આપઘાત કરનારાઓમાં વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવાનોની સંખ્યા વધુ છે. વિદ્યાર્થીઓની આત્મહત્યા પર ભાગ્યે જ કોઈનુ ધ્યાન જાય છે અને તેનો ‘કેસ ટુ કેસ’ના આધારે નિકાલ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સ્થાયી સંસદીય સમિતિની રાજય સભામાં રજુ થયેલ રિપોર્ટમાં આ તથ્યો પર ચિંતા વ્યકત કરી આવા કેસ અટકાવવા ગંભીર પગલા ઉઠાવવાની સલાહ આપવામાં આવી છે.સમિતિએ એનસીઆરબીનાં રિપોર્ટનો આધાર આપીને જણાવ્યું છે કે એક વર્ષમાં 26 હજારથી વધુ છાત્રો અને બેરોજગારો આપઘાત કરે છે.સમિતિએ સ્વાસ્થ્ય મંત્રાલયને સંઘ લોકસેવા આયોગ (યુપીએસસી)નીટ અને જેઈઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફેલ થઈ જતા યુવાનો સાથે જોડાવા માટે ફોન આધારીત સંપર્ક સ્થાપિત કરવાની ભલામણ કરાઈ છે. સમિતિએ જણાવ્યું છે કે, એરાઊન્ડ ધી કલોક ચાલતી આ હેલ્પલાઈનના માધ્યમથી પરીક્ષાઓમાં ફેલ થતાં યુવાનોને ચિહનીત કરી તેમનું કાઉન્સેલીંગ (સલાહ આપવી) કરવામાં આવે જેથી તેમની હતાશા (ડીપ્રેશન) દુર કરી શકાય.

Read About Weather here

સમિતિએ જણાવ્યું હતું કે, આત્મહત્યાનાં કારણો પર નજર રાખવાની રીતોને મજબુત કરવા અને આત્મહત્યાની સંખ્યા ઘટાડવાની દિશામાં કામ થવુ જોઈએ. આત્મ સન્માનમાં કમીનો અહેસાસ કોઈ વ્યકિતને આપઘાત કરવા પ્રેરીત કરે છેઆવી મનોવૃતિઓ પર અંકુશ માટે માનસીક સ્વાસ્થ્ય જાગૃતિ અને શિક્ષણ અભિયાનોને પ્રાથમીકતાં આપવી જોઈએ.સમિતિએ બાળકો, કિશારો,યુવાનો માટે માનસીક સ્વાસ્થ્ય સારસંભાળ માટે સેવાઓ ડીઝાઈન કરવા અને મનોદર્પણ જેવી પહેલી અંતર્ગત બધી સ્કુલોમાં સલાહકારોની એક સમર્પિત કેડર બનાવવાની ભલામણ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here