બેદરકારી : રાજકોટની સિવિલમાં બેઝમેન્ટમાં પાવર સપ્લાયની મેઈન સ્વિચમાં ખુલ્લા વીજવાયર, કોઇપણ સમયે શોર્ટ સર્કિટ થઈ શકે તેવી શક્યતા

સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગના બેઝમેન્ટમાં જ્યાં પાર્કિંગ હોવું જોઈએ ત્યાં પૂંઠાઓના ઢગલા પડ્યા છે. પ્લાસ્ટિકના ખાલી કેન, સડેલું ફર્નિચર સહિતની વસ્તુઓ જે તુરંત જ આગ પકડી શકે છે. આટલું ઓછું ન હોય તેમ બેઝમેન્ટમાં જે પાવર સપ્લાયની મેઈન સ્વિચ છે તેમાં ખુલ્લા વીજવાયર છે. કોઇપણ સમયે શોર્ટ સર્કિટ થઈ શકે છે અને તેને કારણે જો સિવિલના ઓપીડી બિલ્ડિંગના બેઝમેન્ટમાં ગમે ત્યારે મોટી ખુવારી થઈ શકે તેમ છે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગતા ભાગદોડ મચી હતી. આગ બેઝમેન્ટમાં લાગી હતી અને તેમાં જૂના ગાદલા, લાકડાંનું જૂનું ફર્નિચર, પ્લાસ્ટિકની ખુરશીઓ તેમજ નકામો કચરો ભરવામાં આવ્યો હતો. આ કારણે બેઝમેન્ટમાં આગ કરતા ધુમાડો અને ગરમી વધારે હતી. આ કારણે આગના ધુમાડા જ કાબૂ કરવામાં 8 કલાક જેટલો સમય લાગી ગયો હતો. બેઝમેન્ટમાં આગની ગંભીર ઘટનાએ અનેક બેદરકારીઓ સામે લાવી છે. આવી જ બેદરકારી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળી છે.

Read About Weather here

આવી બીજી કોય ઘટના ના ઘટે તે  માટે ચેતવણી આપવામાં આવી છે .જેને ધ્યાન રાખવામાં આવશે તો કોય પણ જાતનું ઘટના બનશે નહિ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here