પ્રેમીએ ફોન ન ઉપાડતા પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ.

પ્રેમીએ ફોન ન ઉપાડતા પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
પ્રેમીએ ફોન ન ઉપાડતા પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
મેટોડા જીઆઈડીસીમાં એક જ કારખાનામાં રહેતાં યુવક અને પરિણીતાને પ્રેમસંબંધ હતો: દસેક દિવસથી પ્રેમી ફોન ન ઉપાડતા પગલું ભરી લેતા હંસાબેનને સારવારમાં ખસેડાયા


પ્રેમીએ ફોન ન ઉપડતા 28 વર્ષીય પરણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે જાણ થતાં મેટોડા પોલીસ દોડી ગઈ હતી.

બનાવની વિગત મુજબ હાલ મેટોડા જીઆઈડીસી બાલાસર બાઈનેકલ મેટલ કારખાનામાં રહેતી હંસાબેન હરદાસભાઈ પટેલ (ઉ.વ.28) નામની પરિણિતાએ ગઈકાલ સાંજના પોતાનાં ઘરે ફિનાઈલ પી લેતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી.વધુમાં

મળેલ વિગત મુજબ, છેલ્લાં બે વર્ષથી શ્રમિક પરિવાર પાલનપુરથી રાજકોટ પેટયું રેડવા આવ્યો છે. પરિણીતા અને તેનો પતિ બે વર્ષથી ગ્લોબલ બાઈમેટલ કારખાનાની ઓરડીમાં રહે છે. અને ત્યાજ કારખાનાંમાં કામ કરતો હાર્દિક પ્રજાપતિ નામના યુવક સાથે બે વર્ષ પહેલા પરિચયમાં આવેલ બાદ પરણીતાને યુવક સાથે પ્રેમ સબંધ થયેલ હતો.

હાર્દિક છેલ્લાં દસેક દિવસથી પરિણીતાનો ફોન ન ઉપાડતો હોય જેનું લાગી આવતાં પરણિતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણી બે બહેનમાં મોટાં છે. તેણીને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો હોવાનું પરીવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.