પોલીસના તોડ રોકવા માટે રિક્ષા, ટેક્સી સહિતના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હવે QR-કોડ મુકાશે

પોલીસના તોડ રોકવા માટે રિક્ષા, ટેક્સી સહિતના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હવે QR-કોડ મુકાશે
પોલીસના તોડ રોકવા માટે રિક્ષા, ટેક્સી સહિતના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હવે QR-કોડ મુકાશે
અમદાવાદ એરપોર્ટથી રાત્રે ઘેર જતાં દંપતીને આંતરી ખોટી રીતે ડરાવી ધમકાવી ગુનો દાખલ કરવાની ધમકી આપી ટ્રાફ્કિ પોલીસના ત્રણ જવાનો દ્વારા રૂ. 60 હજારનો તોડ કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણી દરમ્યાન આજે ગુજરાત સરકાર તરફ્થી બહુ મોટુ અને મહત્ત્વનું નિવેદન કરવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા ટેક્સી, રીક્ષા સહિતના પબ્લીક ટ્રાન્સપોર્ટના વાહનોમાં હવે કયુ આર કોડ સીસ્ટમ અમલી બનાવવા ઇચ્છે છે

Visit Saurashtra Kranti Homepage here

જેથી આવા વાહનોમાં મુસાફરી કરતાં મુસાફરો કયુ આર કોડ સ્કેન કરશે એટલે તેમના લોકેશન સહિતની સંબંધિત તમામ વિગતો પોલીસને મળી જશે અને તાત્કાલિક ધોરણે તે અંગેની ફરિયાદનું નિવારણના પગલાં લેવાશે. અમદાવાદ એરપોર્ટ પરથી ખાનગી કેબમાં એક વર્ષના બાળક સાથે પોતાના ઘેર જઇ રહેલા એક દંપતી ઓગણજ ટોલટેક્સ પાસે સર્કલ પર આંતરી ધમકાવી તેમની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવાનું કહી ડરાવી રૂ.60 હજારનો તોડ કરવાના કેસમાં હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલમાં અગાઉ હાઇકોર્ટ દ્વારા કરાયેલા મહત્ત્વના સૂચનો અનુસંધાનમાં રાજય સરકાર તરફ્થી સોગંદનામું રજૂ કરી પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરાયો હતો અને ઓલા, ઉબેર સહિતની ટેક્સી, રીક્ષાઓ સહિતના પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનોમાં નાગરિકો અને મુસાફરીની સુરક્ષા અને સલામતીને વધુ ચુસ્ત કરવા માટે સરકાર શું પગલાં લેવા માંગે છે અને નવી કઇ પદ્ધતિ અમલી બનાવવા માંગે છે તેની રૂપરેખા જણાવાઇ હતી. સરકારપક્ષ તરફ્થી વધુમાં જણાવાયું કે, સરકાર આગામી દિવસોમાં આવી પબ્લીક ટ્રાન્સપોર્ટની ટેક્સી, ઓટો રીક્ષા સહિતના વાહનોમાં કયુ આર કોડ સીસ્ટમ અમલી બનાવવાનું વિચારી રહી છે. જેના કારણે જો કોઇ નાગરિક કે મુસાફરને કોઇ ફરિયાદ કે તકલીફ્ હોય અથવા તો કોઇ સમસ્યા સર્જાઇ છે તો તે તાત્કાલિક કયુ આર કોડ સ્કેન કરી પોલીસની મદદ મેળવી શકશે. મુસાફર કયુ આર કોડ સ્કેન કરશ એટલે તરત જ તેમના લોકેશન સહિતની તમામ વિગતો પોલીસને ફરિયાદ પહોંચી જશે અને ગણતરીની મિનિટોમાં પોલીસ તંત્ર દ્વારા નિવારણના પગલાં લેવાશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે, તંત્ર દ્વારા નાઇટ પેટ્રોલીંગમાં વધુ પ્રમાણમાં લેડી કોન્સ્ટેબલ પણ સુરક્ષામાં તૈનાત કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here