પોલીસના અવિચારી પગલાંથી કોટેચા ચોકમાં ટ્રાફિકજામ :  રોષે ભરાયેલા વાહનચાલકોએ બેરિકેડ દૂર કરી દીધા 

શહેરના કોટેચા ચોકમાં બેરિકેડ રાખી વાહનચાલકોને ફરજિયાતપણે કેકેવી ચોક તરફ જવા મજબૂર કરાતા વાહનચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પોલીસના અા અવિચારી પગલાંથી બુધવારે સાંજે કોટેચા ચોકમાં ટ્રાફિકજામ થયો હતો અને રોષે ભરાયેલા વાહનચાલકોએ બેરિકેડ દૂર કરી દીધા હતા. એક મહિલાને તેમને કેન્સર હોસ્પિટલ જવું હતું. કોટેચા ચોકમાં ફરજ પર રહેલા ટ્રાફિક પોલીસમેને મહિલાને કેકેવી ચોક તરફ જવાનું કહેતા મહિલા રોષે ભરાયા હતા અને તેમણે બેરિકેડ દૂર કરી દઇ પોતાનું સ્કૂટર નિર્મલા કોન્વેન્ટ રોડ તરફ હંકારી મૂક્યું હતું. બેરિકેડ દૂર થતાં અન્ય વાહનચાલકો પણ ત્યાંથી પસાર થઇ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

વાહનચાલકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, શહેર પોલીસ લોકોની સુવિધા કરતાં દુવિધા વધે તેવા નિર્ણયો કરી રહી છે.કેકેવી ફ્લાય ઓવરબ્રિજ શરૂ થયા બાદ ટ્રાફિકની સ્થિતિ વધુ વિકટ બન્યાની વાત આગળ ધરી ટ્રાફિક પોલીસે કોટેચા ચોકમાં બેરિકેડ ગોઠવી દીધા હતા. મહિલા કોલેજ કોલેજ અન્ડર બ્રિજથી યુનિવર્સિટી રોડ તરફ તેમજ નિર્મલા રોડ પર જવા ઇચ્છુક વાહનચાલકોને કોટેચા ચોક તરફથી જવા દેવાતા નથી તેમને નાછૂટકે કેકેવી ચોક સુધી જવું પડે છે અને ત્યાંથી યૂ-ટર્ન લઇને પરત આવવું પડે છે. આ મામલે ત્રણ દિવસ પૂર્વે ટ્રાફિક એસીપી ગઢવીએ જણાવ્યું હતું કે, ટ્રાફિકજામની સ્થિતિ હશે ત્યારે જ કોટેચા ચોકમાં બેરિકેડ રાખવામાં આવશે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here