પોરબંદર:એસ.ટી. બસના બે બોગસ પાસ બનાવી 41 દિવસ કરી મુસાફરી

પોરબંદર:એસ.ટી. બસના બે બોગસ પાસ બનાવી 41 દિવસ કરી મુસાફરી
પોરબંદર:એસ.ટી. બસના બે બોગસ પાસ બનાવી 41 દિવસ કરી મુસાફરી
પોરબંદરમાં જુદા-જુદા પ્રકારની છેતરપિંડી થતી રહે છે અને સરકારને ચુનો ચોપડવામાં આવે છે, જેમાં આ પ્રકારનો વધુ એક છેતરપિંડીનો બનાવ નોંધાયો છે. પોરબંદરના યુવાને એસ.ટી.ના બે બોગસ પાસ બનાવીને ૪૧ દિવસ સુધી મુસાફરી કરી સરકારને નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી. વિભાગમાં ટ્રાફિક ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ શરદચંદ્ર વ્યાસ દ્વારા કુતિયાણા પોલીસ સ્ટેશનમાં એવા પ્રકારની પોલીસ ફરીયાદ નોંધાવાઈ છે કે, તે અમદાવાદ ખાતેથી સરકારી વાહનમાં નીકળ્યા હતા અને બસોનું ચેકિંગ કરતા કરતા કુતિયાણા પહોચ્યા ત્યાં બપોરે પોણા બાર વાગ્યે જુનાગઢ ડેપોની પોરબંદર-જુનાગઢ રૂટની લોકલ બસ એન્ટર થતા તેને સાઈડમાં ઉભી રખાવી બસમાં બેઠેલા ૧૪ મુસાફરોની ટિકિટની તપાસ થતી હતી.એ ચેકિંગ દરમિયાન પોરબંદરનો નિતેષ બિજલભાઈ બળવા નામનો યુવાન બસમાંથી ઉતરતા તેણે ૫૦% ડિસ્કાઉન્ટવાળી એસ.ટી. બસની પાસ યોજનાનો પાસ બતાવ્યો હતો. આ પાસ ટ્રાફિક ઇન્સ્પેકટર મુકેશભાઈ વ્યાસે ચેક કરતા કલર ઝેરોક્ષ અને શાહીનો કલર ઝાંખો દેખાતા તેમાં ગેરરીતિ હોવાનું જણાતા નિતેષ પાસેથી ઓળખપત્ર માંગતા તેમાં નિતેષ બિજલભાઈ બળવા નામ અને ફોટો હતા.

તેમાં આઈ કાર્ડ ઓરીજનલ હતું પરંતુ પાસમાં ગેરરીતિ થયાનું જણાતા નિતેષને સાથે લઈને તેઓ પાસની ખરાઈ કરવા માટે પોરબંદર બસ ડેપો ખાતે લાવ્યા હતા અને તેની તપાસ કરવામાં આવતા જે ઇસ્યુની તારીખ હતી એવો કોઈ પાસ પોરબંદરના એસ.ટી.ડેપો ખાતેથી ઇસ્યુ થયો નહી હોવાનું બહાર આવ્યું હતું.આથી ફરીયાદીએ તેને તેની પાસે રહેલા જે કોઈ મુસાફરી પાસ હોય તે બતાવવાનું કહેતા તેમાં તા.૨૬.૭.૨૦૨૩થી તા.૨૪.૮.૨૦૨૩ સુધીનો પોરબંદર થી કુતિયાણા રૂટનો પાસ પૂર્ણ થયેલોજણાયો હતો અને હજુ કોઈ વધારાનો પાસ હોય તો રજુ કરવાનું જણાવતા નીતેશે તેના મોબાઈલમાંથી એક પાસ બતાવ્યો હતો.

Read National News : Click Here

જેની ઝેરોક્ષ કાઢતા એ બન્ને ડુપ્લીકેટ પાસ ઓરીજનલ પાસમાં એડીટીંગ કરીને ચીટીંગ કરીને બનાવ્યા હોવાની કબુલાત આપી હતી. તેણે તેના મોબાઈલમાં જ અગાઉના અસલ પાસમાં એડિટ કરીને આ બોગસ પાસ બનાવ્યાનું ખુલતા તેણે સરકાર સાથે ઠગાઈ કરીને ૪૧ દિવસ સુધી પોરબંદર-કુતિયાણા વચ્ચે અપડાઉન કર્યું હોવાનું બહાર આવતા ૩૨૮૦ રૂપિયાની ગેરરીતિ કરી હોવાનો ગુન્હો દાખલ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here