પોન્ડિચેરી સરકાર ભરશે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજની ફી

પોન્ડિચેરી સરકાર ભરશે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજની ફી
પોન્ડિચેરી સરકાર ભરશે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજની ફી
મેડિકલ ફીલ્ડમાં પોતાનું કરિયર બનાવવાના ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. પોન્ડીચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીએ જાહેરાત કરી છે કે ક્ષેત્રીય સરકાર રાજ્યની સરકારી સ્કૂલોમાં ભણી રહેલા એ વિદ્યાર્થીઓની પૂરેપૂરી ફી ભરશે જેઓ અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં એડમિશન લેવા માગે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું કે જે વિદ્યાર્થીઓ સરકારી સંસ્થાનોમાં ભણી રહ્યા છે અને નીટ ક્લિઅર કરી લીધું છે, તેઓ આનો લાભ ઉઠાવી શકશે.જો પ્રવેશ પ્રક્રિયાની વાત કરીએ તો સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં 10 ટકા કોટાના આધારે પ્રવેશ આપવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું છે કે તેમની સરકાર કોલેજોને એ આગ્રહ કરશે કે તેઓ વિદ્યાર્થીઓ પાસેથી કોઇપણ રીતની ટ્યૂશન ફી વસૂલે નહીં કારણ કે આની જવાબદારી સંપૂર્ણ રીતે સરકાર જ ઉઠાવશે.આ મહિને કેન્દ્રએ પણ આ કોટા લાગૂ કરવાના પોન્ડીચેરી સરકારના પ્રસ્તાવને લીલી ઝંડો આપી દીધો હતો. આ પહેલા 2022માં પણ સરકારે અંડર ગ્રેજ્યુએટ(UG) અને પોસ્ટ ગ્રેજ્યુએટ(PG) મેડિકલ કોર્સિસ માટે ફી નક્કી કરી દીધી હતી.

Read Saurashtra Kranti E-Paper here

વિદ્યાર્થીઓને MBBS કરવા માટે મેનેજમેન્ટ કોટા હેઠળ અમુક મેડિકલ કોલેજોમાં 16 લાખ અને NRI કોટા હેઠળ 20 લાખ રૂપિયા ફી ભરવાની હતી. આ ઉપરાંત સરકારી કોટા હેઠળ PIMS(પોન્ડીચેરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)માં 3.8 લાખ રૂપિયા અને SVMCH(શ્રી માનાકુલા વિનયાગર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ)માં MBBS માટે 3.3 લાખ રૂપિયા ભરવાના હતા. 3 ખાનગી સંસ્થાઓમાં UG નર્સિંગ કોર્સ માટે 42 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here