23 વર્ષના પૃથ્વી શૉએ 81 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઓપનિંગ આવતા જ પૃથ્વી શો સમરસેટના બોલરો પર ખરાબ રીતે તૂટી પડ્યો હતો. આ ઇનિંગના કારણે પૃથ્વી શૉએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
પૃથ્વી શૉની ઇનિંગ્સને કારણે તેની ટીમ નોર્થમ્પટનશાયરએ સમરસેટ સામે 8 વિકેટે 415 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં સમરસેટની ટીમ 45.1 ઓવરમાં 328 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે પૃથ્વી શૉએ પોતાની ટીમને 87 રનથી મેચ જીતાડ્યો હતો. મેચમાં શૉનો સ્ટ્રાઈક રેટ 159.47 હતો. ભારતીય ટીમની બહાર ચાલી રહેલા સ્ટાર ઓપનર પૃથ્વી શૉએ પોતાના બેટથી ઈંગ્લેન્ડમાં તોફાન મચાવી દીધું છે. પૃથ્વી શો હાલમાં ઈંગ્લેન્ડમાં ODI કપ રમી રહ્યો છે જ્યાં તેને બેવડી સદી ફટકારીને દિગ્ગજોના દિલ જીતી લીધા છે. આ સાથે તેને આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી પણ નોંધાવી છે. હાલમાં વન ડે કપમાં નોર્થમ્પટનશાયર ટીમ તરફથી રમી રહ્યો છે. તે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી ચૂક્યો છે. ત્રીજી મેચમાં પૃથ્વી શૉએ 152 બોલમાં 244 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
Read About Weather here
આ દરમિયાન તેણે 29 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. લિસ્ટ-એ ક્રિકેટમાં પૃથ્વી શૉની આ બીજી બેવડી સદી છે. ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી વર્લ્ડ કપ રમાશે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના રન આઉટ ઓપનર પૃથ્વી શૉએ બુધવારે નોર્થમ્પટન કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે સમરસેટ સામે વન-ડે કપ ટુર્નામેન્ટમાં નોર્થમ્પટનશાયર માટે બેવડી સદી ફટકારી હતી. 23 વર્ષના આ ખેલાડીએ 81 બોલમાં પોતાની સદી પૂરી કરી અને પછી 152 બોલમાં 244 રનની ઇનિંગ રમી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here