પીએમ મોદીએ બનાવ્‍યો રેકોર્ડ : લાલ કિલ્લા પર ૯૦ મિનિટ સુધી સંબોધન આપીને બીજા નંબરનું સૌથી લાંબુ ભાષણ આપ્‍યું

પીએમ મોદીએ બનાવ્‍યો રેકોર્ડ : લાલ કિલ્લા પર ૯૦ મિનિટ સુધી સંબોધન આપીને બીજા નંબરનું સૌથી લાંબુ ભાષણ આપ્‍યું
પીએમ મોદીએ બનાવ્‍યો રેકોર્ડ : લાલ કિલ્લા પર ૯૦ મિનિટ સુધી સંબોધન આપીને બીજા નંબરનું સૌથી લાંબુ ભાષણ આપ્‍યું
દેશના ૭૭માં સ્‍વતંત્રતા દિવસના અવસરે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવીને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. અહીંના કાર્યક્રમમાં વડા પ્રધાન તરીકે રાષ્ટ્રને તેમનું દસમી વખતનું સંબોધન હતું, જયારે લગભગ ૯૦ મિનિટ સુધી ભાષણ આપીને બીજા નંબરનું સૌથી લાંબુ ભાષણ આપ્‍યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

પીએમ મોદીએ એક કલાક કરતા ઓછા સમય માટે દસમાંથી માત્ર એક જ વાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. વર્ષ ૨૦૧૭માં સ્‍વતંત્રતા દિવસ પર વડા પ્રધાનનું ભાષણ માત્ર ૫૬ મિનિટનું હતું. આ તેમનું અત્‍યાર સુધીનું સૌથી ટૂંકું ભાષણ છે. વર્ષ ૨૦૧૫માં વડા પ્રધાન મોદીએ ૮૬ મિનિટનું ભાષણ આપીને પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂજીનો રેકોર્ડ તોડ્‍યો હતો. આ પછી પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ૨૦૨૦માં ૮૬ મિનિટ, ૨૦૨૧માં ૮૮ મિનિટ અને ૨૦૨૨માં ૮૩ મિનિટ ભાષણ આપ્‍યું હતું. દસ વખતના ભાષણમાં કુલ ૧૩ કલાક ૪૫ મિનિટ પીએમ મોદીએ દેશને સંબોધ્‍યો હતો. અત્‍યાર સુધીના તમામ ભાષણમાં બીજી વખત ૯૦ મિનિટનું લાંબુ ભાષણ આપ્‍યું હતું.

અત્‍યાર સુધીમાં પીએમ મોદીએ દસ વખત દેશને સંબોધિત કર્યો છે, જેમાં એક વખત દેશને ફક્‍ત એક કલાકથી ઓછા સમયગાળા (૫૬ મિનિટ) માટે સંબોધિત કર્યો હતો. ૨૦૧૫માં વડા પ્રધાન મોદીએ ૮૬ મિનિટ બોલીને તત્‍કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરૂજીનો રેકોર્ડ તોડ્‍યો હતો. નહેરુજીએ ૧૯૪૭માં ૭૨ મિનિટનું લાંબુ ભાષણ આપ્‍યું હતું.જવાહરલાલ નહેરૂ દેશના પહેલા વડા પ્રધાન હતા, જયારે ૧૯૪૭થી ૧૯૬૪ સુધી ભારતના વડા પ્રધાન રહ્યા હતા, જયારે ૧૭ વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવાનું સન્‍માન ધરાવ્‍યું હતું. બીજા નંબરે એક માત્ર મહિલા વડા પ્રધાન તરીકે ઈન્‍દિરા ગાંધીએ ૧૬ વખત રાષ્ટ્રધ્‍વજ ફરકાવ્‍યો હતો. બંને વડા પ્રધાનની તુલનામાં પીએમ મોદીએ ફક્‍ત દસ વખત તિરંગો ફરકાવ્‍યો છે.

Read About Weather here

દેશના ૭૭માં સ્‍વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ દેશવાસીઓને વિનંતી કરી કે દેશની સંભવિતતાને સમજવાની આ તક ગુમાવશો નહીં કારણ કે આ સમયગાળા દરમિયાન લીધેલા નિર્ણયો અને બલિદાન દેશને આગામી એક હજાર વર્ષ સુધી અસર કરશે.૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા સ્‍વતંત્રતા દિવસ પર તેમના વર્તમાન કાર્યકાળના છેલ્લા સંબોધનમાં વડા પ્રધાને વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે આવતા વર્ષે તેઓ લાલ કિલ્લા પરથી લોકોને આપેલા વચનો પર થયેલી પ્રગતિનો હિસાબ રજૂ કરશે. ૨૦૪૭માં આઝાદીના અમૃતકાળમાં જયારે દેશ આઝાદીના ૧૦૦ વર્ષની ઉજવણી કરશે, તે સમયે ભારતનો તિરંગો વિકસિત ભારતનો ત્રિરંગો ધ્‍વજ વિશ્વમાં હોવો જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here