અમદૃાવાદૃમાં આગ લાગવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે શહેરના પાલડી વિસ્તારમાં સત્વ ફલેટમાં આગ લાગવાની ઘટના બની છે. ફલેટના છઠ્ઠા માળે આગ લાગી હોવાના સમાચાર મળી રહૃાા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાઈડ્રોલિક સહિતના લેટેસ્ટ ટેક્નોલોજી સહિતનો કાફળો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ લેવાની કામગીરી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે છઠ્ઠા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે આજુ બાજુમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ વધારે ના ફેલાય તે માટે ફાયર બ્રિગેડે તાત્કાલિક ધોરણે પગલાં ભર્યા હતા.
ફલેટના છઠ્ઠા માળે લાગેલી વિકરાળ આગના કારણે ફલેટમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવીને નીચે દૃોડી આવ્યા હતા. જ્યારે આગમાં ફસાયેલા લોકોને ફાયબ્રિગેડે સલામત નીચે ઉતારવા માટેની કાર્યવાહી હાથધરી છે. હજી સુધી આગમાં કોઈ જાનહાની નથી થઈ હોવાના સમાચાર મળી રહૃાા છે.
સત્વ ફલેટમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે આગના ધૂમાડાના ગોટે ગોટા દૃૂર દૃૂર સુધી દૃેખાતા હતા. આગના પગલે લેટના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગત મે મહિનાની ૨૯મી તારીખે શહેરના આશ્રમ રોડ ઉપર નહેરું બ્રિજ નજીક આવેલા સાકાર-૭ નામની ઇમારતમાં બપોરે ૩ વાગ્યાની આસપાસના તબક્કામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે, આગને પગલે કોઇ જાનહાની થઇ હોવાનું સામે આવ્યું નથી.