પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટમાં પ્રવેશ બંધ

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટમાં પ્રવેશ બંધ
પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટમાં પ્રવેશ બંધ
 ચાલુ વર્ષે ઉપરવાસના જિલ્લાઓમાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગઇકાલે રાત્રે માઉન્ટ આબુ ઉપરવાસમાં 160 મી.મી. ભારે વરસાદ થતાં આજે તા.28-07-2023ના રોજ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 599.35ફૂટ એટલે કે ડેમ 86.62 ટકાથી વધુ ભરાયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

ડેમની ફૂલ કેપેસીટી 604 ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ પાણીનો પ્રવાહ નદીમાં પાટણ જિલ્લાની હદથી 20 કિલોમીટર દૂર છે જે એક કે બે દિવસમાં પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાથી પ્રવેશ કરશે.

Read About Weather here

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સૂચિત કરવામાં આવે છે કે, નદીકાંઠાના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી. તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું જીવ માટે જોખમી છે. બનાસ નદીમાં ન્હાવા નહીં જવા, પાણી જોવા નહીં જવા, તથા રીલ બનાવવા કે, સેલ્ફી લેવા નહીં જવા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here