પડતર માંગણીને લઇ ગ્રાન્ટેડ શાળામાં કર્મી-સંચાલકો બ્લેક સપ્તાહ મનાવી વિરોધ કરશે

પડતર માંગણીને લઇ ગ્રાન્ટેડ શાળામાં કર્મી-સંચાલકો બ્લેક સપ્તાહ મનાવી વિરોધ કરશે
પડતર માંગણીને લઇ ગ્રાન્ટેડ શાળામાં કર્મી-સંચાલકો બ્લેક સપ્તાહ મનાવી વિરોધ કરશે
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર માંગણીઓને લઈને શરૂ કરેલા આંદોલનની આગળની રણનિતી નક્કી કરી છે. મંગળવારે ગાંધીનગર ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં આ કાર્યક્રમ અંગે ઠરાવ કરાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં 12 ઓગસ્ટના રોજ તમામ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ તાલુકા મથકે પ્લે કાર્ડ સાથે મૌન ધરણા કરશે. ત્યારબાદ 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન બ્લેક સપ્તાહ ઉજવવાનું નક્કી કરાયું છે. જેમાં ગ્રાન્ટેડ શાળાના તમામ કર્મચારીઓ અને સંચાલકો એક સપ્તાહ સુધી કાળા કપડા પહેરીને આવશે.ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની એક બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. આ બેઠકમાં સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે શરૂ કરવામાં આવેલા આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ આંદોલનના ચાર તબક્કાના કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. સંકલન સમિતિ દ્વારા શરૂ કરાયેલા આંદોલનમાં ચાર તબક્કા પુર્ણ થયા બાદ હવે આગળની રણનિતી ઘડવાનું નક્કી કરાયું હતું.

Read About Weather here

શનિવારના રોજ બપોરના 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી દરેક તાલુકા મથકે આવેલા જાહેર સ્થળ પર ગુજરાતની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓ પ્લે કાર્ડ સાથે મૌન ધરણા કરશે. ધરણા સ્થળે સંવર્ગ વાઇઝ હાજરી પત્રક નિભાવવામાં આવશે અને તેની કોપી જિલ્લા સંકલન સમિતિએ રાજ્ય સંકલનન સમિતિને મોકલવાની રહેશે. ત્યારબાદ છઠ્ઠા તબક્કાના કાર્યક્રમમાં આગામી 17 ઓગસ્ટથી લઈને 24 ઓગસ્ટ સુધી ગ્રાન્ટેડ શાળાના તમામ કર્મચારીઓ તેમજ સંચાલકો કાળા વસ્ત્રો ધારણ કરી ફરજ બજાવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here