બુમરાહને ગત વર્ષે ટી-20 વર્લ્ડકપ પુર્વે ઓસ્ટ્રેલીયા સામેની શ્રેણી દરમ્યાન કમરમાં ફ્રેકચર થયુ હતું અને ત્યારબાદ સર્જરી કરાવવામાં આવી હતી. આયરલેન્ડ સામેની ત્રણ મેચો પાંચ જ દિવસમાં રમાવાના છે.બુમરાહનાં ભાગે મહતમ 12 ઓવરો ફેંકવાની આવશે.આ મેચના આધારે પસંદગીકાર અજીત અગરકર, હેડ કોચ રાહુલ દ્રવીડ તથા વન-ડે કેપ્ટન રોહીત શર્માને તેની ફીટનેશ વિશે ખબર પડશે વન-ડે મેચોનું ફોર્મેટ અલગ હોય છેતેમાં બે-ત્રણ સ્પેલમાં 10 ઓવર નાખવા મળે છે.
Visit Saurashtra Kranti Homepage here
આયરલેન્ડ સામેની મેચમાં બુમરાહને પ્રેકટીસ પણ થઈ જશે જે એશીયા કપમાં કામ લાગશે.ભારતીય ટીમમાં અનેક યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ટીમમાં જસપ્રિત બુમરાહ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુસિંહ, સંજુ સેમસન, જીતેશ શર્મા, શિવમ દુબે, વોશીંગ્ટન, સુંંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિધ્ધ કૃષ્ણા, અર્શદીપસિંહ, મુકેશકુમાર ઓવેશખાન છે. ભારતીય ક્રિકેટ ટીમનાં ઘાતક ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ 11 મહિના બાદ આજે આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે અને આ સાથે પ્રથમ અગ્નિપરીક્ષા થશે. આયરલેન્ડ વિરૂધ્ધ ત્રણ ટી-20 મેચોની શ્રેણીનો પ્રારંભ થશે. બુમરાહનાં ફોર્મ, ફીટનેસ તથા કેપ્ટનશીપની પણ પરીક્ષા થશે.ટી-20 કિક્રેટની કેપ્ટનશીપ પ્રથમ વખત કોઈ બોલરને સોંપવામાં આવી છે. ભારતનો 11 મો કેપ્ટન હશે. હાર્દિક પંડયાને કપ્તાની સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટરોની લોકપ્રિયતા વિશ્વનાં ક્રિકેટ રમતાં તમામ દેશોમાં છે અને તે આયરલેન્ડમાં સાબીત થઈ ગયુ છે.
ભારત સામેની પ્રથમ બે મેચની તમામ ટીકીટો વેંચાણ ગઈ છે. ક્રિકેટ આયરલેન્ડ દ્વારા આવુ જાહેર કરવામાં આવ્યું છે કે પ્રથમ બે મેચની તમામ ટીકીટોનું વેંચાણ થઈ ગયુ છે. તમામ મેચ એક જ મેદાન પર રમવાના છે. મેદાનની ક્ષમતા 11500 દર્શકોની છે. ભારત અને આયરલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં પાંચ મેચો રમાયા છે.પાંચેયમાં ભારતની જીત થઈ હતી. આયરલેન્ડને ભારત વિરૂદ્ધ પ્રથમ જીતની તલાશ છે. આયરલેન્ડનો કેપ્ટન એન્ડ્રુ બાલબની છે. ટીમમાં હેરી ટેવટર, લોરકાન ટકકર, ડોકરેલ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે.14 મહિના બાદ ડબલીનમાં બન્ને દેશો વચ્ચે ટકકર થશે.
Read About Weather here
ભારતીય ટીમ યુવા બ્રિગેડ છે.અનેક ખેલાડીને પ્રથમ વખત ટીમમાં સામેલ કરાયા છે ત્યારે રસપ્રદ વાત એ છે કે બુમરાહ, સંજુ સેમસન, ઓવેશખાન, ઋતુરાજ ગાયકવાડ, તથા રવિ બિશ્ર્નોઈને બાદ કરતા ભારતના અન્ય તમામ ખેલાડીઓ પ્રથમ વખત આયરલેન્ડની ધરતી પર ક્રિકેટ રમશે. ઈનીંગની શરૂઆત ગાયકવાડ તથા યશસ્વી જયસ્વાલ કરશે.યશસ્વીને વિન્ડીઝ પ્રવાસ દરમ્યાન ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું જયારે બોલીંગ મોરચો બુમરાહ, અર્શદીપ સુંદર તથા રવિ બિશ્નોઈને સોંપવામાં આવી શકે છે. રિન્કુસિંહ તથા જીતેશ શર્માને તક મળી છે કે કેમ તેના પર નજર રહેશે. આ સિવાય વિન્ડીઝ શ્રેણીમાં સારો દેખાવ કરનારા તિલક વર્મા પર પસંદગીકારોની નજર રહે તેમ છે. 4થા ક્રમનાં બેટર તરીકે તે ઉભર્યો છે. હજી તેને વન-ડેમાં સ્થાન મળ્યુ નથી. પરંતુ વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવાની માંગલ ઉઠી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here