જસદણમાં જવેલર્સની દુકાન ચલાવતા 45 વર્ષીય યુવાને આર્થિક ભીંસથી કંટાળી તેના ઘરે દુપટ્ટાવડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
જાણવા મળતી માહિતી મુજબ, મૂળ સાવરકુંડલાના અને હાલ જસદણના મોતીચોકમાં આવેલ બોરડીવાળી શેરીમાં રહેતા તેમજ મોતીચોકમાં ધકાણ જવેલર્સના નામે દુકાન ચલાવતા સંજયભાઈ ધકાણ(ઉ.વ.45) એ ગત તા.1 ને ગુરુવારના રોજ મોડી રાત્રીના કોઈ અગમ્યકારણોસર ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ઘેરોશોક છવાઈ ગયો હતો. આ બનાવની જાણ થતા પરિવારજનોએ તાત્કાલિક યુવાનને 108 ની મદદથી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા પરિવારજનો ભાંગી પડ્યા હતા. બાદમાં મૃતકનું જસદણની સિવિલ હોસ્પિટલમાં જ પીએમ કરવામાં આવ્યું હતું. મૃતક યુવાનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. આ ઘટનાને પગલે ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી બેસતા પરિવારજનોમાં કરૂણકલ્પાંત મચી ગયો હતો.
આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો અને મૃતક પરિવારજનોના જણાવ્યાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, યુવાને બેંકમાંથી ધંધા માટે લોન લીધી હોવાથી તેના હપ્તા ભરપાઈ થઈ શકતા ન હોવાથી તે છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસ અનુભવી રહ્યો હતો.
Read About Weather here
આખરે આર્થિક ભીંસ વધી જતા આ પગલું ભર્યાનું જાણવા મળ્યું હતું. જોકે આ બનાવમાં યુવાનના આપઘાત પાછળ આર્થિક ભીંસ જ કારણભૂત હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here