દેશના નિર્માણમાં નારી શકિતના યોગદાનના સંકલ્પ સાથે ફિલ્ડમાર્શલ-ગોવાણી છાત્રાલયમાં આઝાદી પર્વની ઉજવણી

દેશના નિર્માણમાં નારી શકિતના યોગદાનના સંકલ્પ સાથે ફિલ્ડમાર્શલ-ગોવાણી છાત્રાલયમાં આઝાદી પર્વની ઉજવણી
દેશના નિર્માણમાં નારી શકિતના યોગદાનના સંકલ્પ સાથે ફિલ્ડમાર્શલ-ગોવાણી છાત્રાલયમાં આઝાદી પર્વની ઉજવણી
શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ સંચાલિત ફિલ્ડમાર્શલ- ગોવાણી ક્ધયા છાત્રાલયમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતીધ્વજારોહણ બાદ છાત્રા કુ. પ્રિયલે પોતાના વક્તવ્યમાં આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરે તે માટે નારી શક્તિના યોગદાનની કટિબદ્ધતા વ્યકત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત મારી માટી મારો દેશે અભિયાનનું મહત્વ અને દેશ માટે સમર્પણની ભાવના પણ ઉજાગર કરી હતી,ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નારી સશક્તિકરણ માટેના પ્રયાસોને સફળ બનાવવા પણ અનુરોધ કર્યો હતો.શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટના સંગઠન ચેરમેન મનિષભાઈ ચાંગેલાએ તેમના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા દોઢ દાયકામાં દેશની અને ખાસ કરીને ગુજરાતની નારી રક્ષિત અને શિક્ષિત બની છે ત્યારે સબળ બળેલી નારી શક્તિ પણ દેશની ઉન્નતિના પ્રયાસોમાં જોતરાય તે પણ આવશ્યક છે. શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ)એ એક શુભેચ્છા સંદેશમાં ભણો-ભણાવો અને ભ્રુણ હત્યા અટકાવવામાં નારી અગ્ર ભૂમિકા ભજવી શકે તેવી હિમાયત કરી છાત્રાલયની તમામ છાત્રાઓ અને કર્મચારી ગણને 77માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી હતી. છાત્રાલયમાં આઝાદી પર્વની ઉજવણીના સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટના ટ્રસ્ટીઓ,કારોબારી સદસ્યો, છાત્રાલય મહિલા સમિતિના સંયોજક અને સભ્યો, છાત્રાલય સંચાલક મંડળના સદસ્યો તથા છાત્રાલય વ્યવસ્થા સમિતિના સદસ્યોએ ઉષ્માપૂર્ણ હાજરી આપી હતી.

Read About Weather here

ધ્વજારોહણ બાદ છાત્રાલયમાં જ રહેતી છાત્રાઓએ દેશભક્તિના ગીતોનું ગાન-દેશભક્તિના ગીતો પર નૃત્ય,તલવાર રાસ અને રાષ્ટ્રભાવના ઉજાગર કરતા વક્તવ્યો પ્રસ્તુત કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરતા વક્તવ્ય કુ. વાઘરીયા રિશ્તા,કુ, લાંઘણોદા યથ્વી,કુ. ગરાળા બંસી અને કુ. છીકાણી જાનકીએ રજૂ કર્યું હતું. દેશભક્તિના ગીતો કુ. વરમોરા વિજેતા, કુ. કાલરીયા કૃપા ,કુ. ત્રાંબડીયા પ્રિયલ, કુ. હાલપરા ધારા અને ગોરિયા યષ્વીએ રજૂ કર્યા હતાં.આ ઉપરાંત કુ. ઇસોટીયા રીયા અને કુ. ગાંગડીયા ગૌતમીએ ગ્રુપ ડાન્સ પર દેશભક્તિનું ગીત પ્રસ્તુત કર્યું . ઝાંસીની રાણીના પાત્ર અને જીવનને ઉજાગર કરતો એકપાત્ર અભિનય કુ. પડસુંબીયા રૂચિતાએ પ્રસ્તુત કર્યો હતો.અમેરિકાના વીઝા અને ભારતના ગૌરવને સાંકળતી નાટિકા કુ. ચનિયારા રીકલ,કુ. ઘેટિયા વેદોશી, કુ. બફ્લીપરા પ્રિન્સી અને કુ. હૌથી હેપીએ રજૂ કરી હતી જેને શ્રોતાગણમાંથી જોરદાર પ્રતિભાવ સાંપડ્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન કુ. વાધરીયા રિશ્તા,કુ, સોરીયા ડેન્સી વસીયાણી રીતુ અને કુ,વરમોરા વિજેતાએ કર્યું હતું. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here