G20 સમૂહના દેશોની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જી20 દેશોના નાણાં મંત્રી અને મધ્યસ્થ બેંકોના ગવર્નર અને ઉચ્ચ અધિકારીઓ ગુજરાતના મહેમાન બન્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
અમેરિકા, જાપાન સહિત વર્લ્ડ બેંકના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ G20 સમિટ અંતર્ગત ગાંધીનગરના ગીફ્ટ સિટીમાં આયોજિત ઈન્ફાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ ડાયલોગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જી20 ફાયનાન્સ ટ્રેક મીટિંગ દરમિયાન બેંક ઓફ જાપાનના ગવર્નર, કાઝુઓ યુએડા મીટિંગ રૂમની બહાર જોવા મળ્યા હતા.
Read About Weather here
રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાના ગવર્નર ફિલિપ લો ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમન, ગીતા ગોપીનાથ, UAE ના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સિયલ અફેર્સ મહોમ્મદ અલ હુસેની વિશ્વ બેન્કના પ્રમુખ અજય બાંગા પણ ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી સાથે ખાસ બેઠક યોજી હતી. તેઓએ ગુજરાતના વિકાસના વખાણ કર્યા હતા. જુલાઈમાં અલગ અલગ દેશના નાણાં મંત્રી અને સેન્ટ્રલ બેન્કોના ગવર્નર ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here